Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગી થયો! દુનિયામાં પ્રથમ કેસ

સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગી થયો! દુનિયામાં પ્રથમ કેસ

12 November, 2019 11:01 AM IST | Spain

સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગી થયો! દુનિયામાં પ્રથમ કેસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્પેનમાં દુનિયાનો પ્રથમ એવો કેસ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગી થયો છે. સ્પેનની રાજધાની મૅડ્રિડમાં ૪૧ વર્ષની આ વ્યક્તિને પોતાના સમલૈંગિક પાર્ટનર સાથે સંબંધ બાંધ્યો ત્યાર બાદ તે બીમાર પડી ગયો.

મળતા અહેવાલ મુજબ આ વ્યક્તિને સપ્ટેમ્બરમાં ડેન્ગી થયો હતો. ડૉક્ટરોની પ્રારંભિક સારવાર દરમ્યાન એ જાણવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે ડેન્ગી થવાનું કારણ શું છે. મૅડ્રિડના સરકારી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે આ વ્યક્તિનો પાર્ટનર ક્યુબા ગયો હતો, જ્યાં ડેન્ગીનો વાઇરસ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો છે.



બીમાર વ્યક્તિ એવા વિસ્તારમાં રહે છે જ્યાં ડેન્ગીના વાઇરસ નથી હોતા. એવામાં ડૉક્ટરો માટે એ જાણવું મુશ્કેલ હતું કે આ વ્યક્તિના શરીરમાં ડેન્ગીના વાઇરસ ઘૂસ્યા ક્યાંથી. ‘ધ ન્યુઝ મિનિટ’ના અહેવાલ મુજબ સારવાર દરમ્યાન ડૉક્ટરોએ પણ કહ્યું કે બીમાર માણસ એવા સ્થળે ફરવા ગયો હતો, જ્યાં ડેન્ગીના વાઇરસનો ખતરો ઘણો વધુ છે. જ્યારે સારવાર આગળ વધી ત્યારે ડૉક્ટરોએ એ વાતની શક્યતા વ્યક્ત કરી કે આ વાઇરસ યૌન સંબંધ બનાવવા દરમ્યાન તેના પાર્ટનરથી બીમાર વ્યક્તિને મળ્યો છે.


આ પણ વાંચો : બોલો, ઝૂંપડીમાં રહેનાર વ્યક્તિને વીજળી વિભાગે 46 લાખ રૂપિયાનું વીજ-બિલ ફટકાર્યું

દુનિયામાં આવું પહેલી વાર જાણવા મળ્યું કે યૌન સંક્રમણથી કોઈને ડેન્ગી થયો છે. નોંધનીય છે કે ડેન્ગી એક વાઇરલ બીમારી છે, જે સંક્રમિત એડીજ ઇજિપ્તી મચ્છર કરડવાથી થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 11:01 AM IST | Spain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK