વિશ્વનું સૌપ્રથમ તરતું ઑટોમૅટિક ડેરી ફાર્મઃ ૩૫ ગાયો રોજનું ૮૦૦ લીટર દૂર આપે છે

Published: Jul 07, 2019, 08:36 IST | નેધરલૅન્ડ્સ

અહીં ગાયો દોહવાનું કામ રોબો દ્વારા થાય છે અને ૩૫ ગાય સવાર-સાંજ મળીને કુલ ૮૦૦ લીટર જેટલું દૂધ આપે છે.

વિશ્વનું સૌપ્રથમ તરતું ઑટોમૅટિક ડેરી ફાર્મ
વિશ્વનું સૌપ્રથમ તરતું ઑટોમૅટિક ડેરી ફાર્મ

નેધરલૅન્ડ્સના રોટરડૅમમાં વિશ્વનું સૌપ્રથમ પાણીમાં તરતું બે માળનું ડેરી ફાર્મ શરૂ થયું છે. પોર્ટ પર બનેલા આ ફાર્મમાં આશરે ૪૦ ગાયો પાળી શકાય એવી ક્ષમતા છે જોકે હાલમાં અહીં ૩૫ જ ગાયો છે. ડચ પ્રૉપર્ટી કંપની બેલાડોને આ ફાર્મ તૈયાર કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ શહેરી અને મૉડર્ન ફાર્મમાં ઓછું પાણી, ફર્ટિલાઇઝર અને પેસ્ટ્રિસાઇડ્સનો ઉપયોગ થાય છે.

 આ પણ વાંચોઃ મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો

અહીં ગાયો દોહવાનું કામ રોબો દ્વારા થાય છે અને ૩૫ ગાય સવાર-સાંજ મળીને કુલ ૮૦૦ લીટર જેટલું દૂધ આપે છે. ગાયોને ખાવામાં અપાતો ૮૦ ટકા ચારો પણ વેસ્ટ-પ્રોડક્ટમાંથી આવે છે. રોટરડૅમ પોર્ટ પરની ફૂડ ફૅક્ટરીઓમાંથી વધેલો કચરો આ ગાયોને ખવડાવવામાં આવે છે અને ફાર્મમાંથી એકત્ર થતા ગોબરમાંથી ખાતર અને ગૅસ બનાવવામાં આવે છે. પાણીની ઉપર સોલર પૅનલ ગોઠવીને ડેરી ફાર્મમાં વપરાશ પૂરતી વીજળી પેદા કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK