Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હેલોવીનમાં ડરાવવા માટે માલિકે પોતાના પાળેલા ડૉગીને કંકાલ જેવો લુક આપ્યો

હેલોવીનમાં ડરાવવા માટે માલિકે પોતાના પાળેલા ડૉગીને કંકાલ જેવો લુક આપ્યો

13 October, 2020 07:17 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેલોવીનમાં ડરાવવા માટે માલિકે પોતાના પાળેલા ડૉગીને કંકાલ જેવો લુક આપ્યો

પાળેલા ડૉગીને કંકાલ જેવો લુક આપ્યો

પાળેલા ડૉગીને કંકાલ જેવો લુક આપ્યો


હેલોવીન દરમ્યાન લોકો ઘરની અંદર-બહારની સજાવટની વાત હોય કે પોતાના કૉસ્ચ્યુમ્સની, એમાં કંઈક એવો ટચ આપે છે જે સામેવાળો એ જોઈને જ ડરી જાય. કૅલિફૉર્નિયામાં રહેતી કૅટરિના શૉર્ટ નામનાં બહેન પોતે પેટ ગ્રૂમર છે. મતલબ કે પાળેલા પ્રાણીઓને નવડાવી, ધોવડાવી, નવા કપડાં, હૅરકટ દ્વારા અવનવો લુક આપવા માટેનું કામ કરે ચે. જોકે આ વખતે કૅટરિનાએ પોતાના જ પાળેલા ઝીઅસ નામના ડૉગીને  હેલોવીન માટે જબરો ડરામણો લુક આપ્યો છે. એ માટે તેણે ડૉગીના ફરને ડાઈ કરીને એની પર એવો આભાસ પેદા કર્યો છે જાણે એની અંદરના હાડકાં બહાર ઊપસી આવ્યા હોય. હાડકાં જેવો લુક ઉપસાવવાનું કામ એવું હૂબહૂ થયું છે કે જોતાં જ લાગે કે ડૉગીએ કંકાલ જેવો કૉસ્ચ્યુમ પહેર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 07:17 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK