Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેક્સિકોમાં ઝૂલતી રાઇડ પરથી મહિલા નીચે ગબડી પડી

મેક્સિકોમાં ઝૂલતી રાઇડ પરથી મહિલા નીચે ગબડી પડી

21 June, 2019 09:06 AM IST | મેક્સિકો

મેક્સિકોમાં ઝૂલતી રાઇડ પરથી મહિલા નીચે ગબડી પડી

મેક્સિકોમાં ઝૂલતી રાઇડ પરથી મહિલા નીચે ગબડી પડી

મેક્સિકોમાં ઝૂલતી રાઇડ પરથી મહિલા નીચે ગબડી પડી


રોલરકોસ્ટર રાઇડ્સમાં જેટલી થ્રિલ હોય છે એટલું જ એમાં જીવનું જોખમ પણ સંકળાયેલું છે. તાજેતરમાં મેક્સિકોમાં હલબલાવી દે એવો હાદસો બન્યો, જે એક વિડિયોમાં પણ કેદ થયો છે. ગયા શુક્રવારે મેક્સિકોના એક અમ્યુઝમેન્ટ પાર્કમાં રાઉન્ડ રકાબી જેવા ઝૂલામાં એક મહિલાની સીટ બરાબર લૉક ન થઈ હોવાથી તે નીચે પડી ગઈ હતી. હીંચકા ખવડાવતી આ રાઇડ શરૂ થઈ અને એક તરફના અંતિમ પર પહોંચી ત્યાં જ લૉક ખૂલી જતાં મહિલા સરકીને નીચે પડી. જોકે થોડી વાર તેણે હૅન્ડલ તો પકડી રાખ્યું, પણ પછી ઝૂલાની સાથે તે નીચેના પ્લૅટફૉર્મ પર પટકાઈ.

આ પણ વાંચો : પાકિસ્તાનના 330 કિલોના ભાઈને ઘરમાંથી બહાર કાઢવા દીવાલ ‍તોડવી પડી



મહિલા પડી જતાં રાઇડના ઑપરેટરે પણ તરત રાઇડ રોકવાની કોશિશ કરી, પરંતુ તરત સ્ટૉપ ન થતાં નીચે પડેલી મહિલા ફરીથી ઝૂલાની અડફેટમાં આવી ગઈ. આસપાસના લોકોએ તરત એ મહિલાને પ્લૅટફૉર્મ પરથી દૂર ખેંચી લેવામાં તત્પરતા દાખવી હતી. જોકે એ ખબર નહોતી પડી કે મહિલાને કેટલી ઇન્જરી થઈ છે. આ હાદસો જોનારા લોકો ડઘાઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 09:06 AM IST | મેક્સિકો

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK