કૅક સાથે એવી વસ્તુ ખાઈ ગઈ મહિલા, કે જીવ પર થયું જોખમ

Published: Sep 26, 2019, 10:27 IST | મેલબર્ન, ઓસ્ટ્રેલિયા

પોતાના જન્મદિવસના ખાસ અવસર પર ગમતી કેક ખાવાને કારણે એક મહિલાએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ઘટના એવી છે કે આ મહિલાએ પોતાની બર્થ ડે પર સ્ટ્રોબેરી ખાધી હતી

પોતાના જન્મદિવસના ખાસ અવસર પર ગમતી કેક ખાવાને કારણે એક મહિલાએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ઘટના એવી છે કે આ મહિલાએ પોતાની બર્થ ડે પર સ્ટ્રોબેરી ખાધી હતી. બાદમાં તેને ગળામાં જબરજસ્ત દુખાવો થયો. સ્ટ્રોબેરી ખાધા બાદ ગળામાં અકલ્પનીય દુખાવો થતા મહિલાને તેના પરિવારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી, જ્યાં તેને ઈમરજન્સી વોર્ડમાં સારવાર અપાઈ. ડોક્ટર્સે પણ કોઈ જ રાહ જોયા વગર ગળામાં દુઃખાવાનું કારણ શોધવા લાગ્યા.

ડોક્ટરોને જ્યારે મહિલાના ગળામાં થતા દુખાવાનું કારણ ખબર પડી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા. ડૉક્ટર્સે જ્યારે મહિલાના ગળાનો એક્સ રે લીધો તો તેમને ગળામાં એક નાનકડી સોય દેખાઈ છે, જે ધીરે ધીરે નીચે ઉતરી રહી હતી. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેલી આ મહિલના પિતાનું કહેવું છે કે તેણે જે સ્ટ્રોબેરી ખાદી, તેની સાથે નાનકડી સોય ચોંટેલી હતી. મહિલાએ ઉતાવળમાં સ્ટ્રોબેરી ખાધી અને સોય દેખાઈ નહીં. એટલે તે સ્ટ્રોબેરીની સાથે સાથે સોય પણ ગળી ગઈ.

આ પણ વાંચોઃ અચાનક જ આ દેશની હવા થઈ લાલ રંગની ! જુઓ વીડિયો

જો કે, ડોક્ટર્સે ભારે જહેમત બાદ મહિલાના ગળામાં ફસાયેલી સોઈ બહાર કાઢી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રોબેરી સાથે સોય આવવાના ઘણા કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. મેલબર્ન પોલીસ પાસે આવા લગભગ 100થી વધુ કેસ આવ્યા છે, જેમાં સ્ટ્રોબેરી સાથે સોય ચોંટેલી હોય. આ કેસની ગંભીરતા જોતા, પોલીસે આખા ઘટનાક્રમની તપાસ પણ શરૂ કરી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK