Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું

પતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું

07 December, 2019 11:15 AM IST | England

પતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું

ઘરમાં જ પબ

ઘરમાં જ પબ


ઘણી વાર આખા દિવસના કામનો ભાર ઉતારવા માટે મિત્રો સાથે બેસીને એકાદ-બે પેગ શરાબ પીવાથી તાજગી વર્તાતી હોય છે, પણ જો પતિદેવ રોજ અને મોટા ભાગનો સમય દારૂ પીવાના બહાને ઘરની બહાર નીકળી જાય અથવા તો મોડા આવે ત્યારે ઘરમાં ધમાલ અચૂક થાય. જોકે આનો પણ અનોખો ઉકેલ એક સ્માર્ટ પત્નીએ શોધી કાઢ્યો છે. શરાબ પીવા માટે રોજેરોજ બહાનાં કરીને જતા ઇંગ્લૅન્ડના ડેવોન રાજ્યના ન્યુટન અબોટ વિસ્તારના એન્જિનિયર પૉલ ટેપરથી કંટાળીને તેની પત્ની જેને ઘરના વરંડામાં જ એક નાનું પબ બનાવી દીધું. ઘરના વરંડામાં પબ બનાવવાને કારણે હવે તેનો પતિ ઘરે પણ રહેવા લાગ્યો છે તેમ જ તેમને આવક પણ થવા માંડી છે.

નર્સ તરીકે કામ કરતી ત્રણ બાળકોની માતા જેન કહે છે કે ‘ઇન ધ ડૉગહાઉસ’ નામનું આ પબ શરૂ કર્યા બાદ જીવવાને નવો વળાંક મળ્યો છે. પબનો ઉપયોગ વીક-એન્ડમાં પાર્ટીઓ કરવા કરી શકાય છે અને હવે પૉલ પણ ઘરે રહીને એન્જૉય કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 11:15 AM IST | England

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK