Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શું ન્યુ ઝીલૅન્ડનું આ પક્ષી બર્ડ ઑફ ધ યર બનશે?

શું ન્યુ ઝીલૅન્ડનું આ પક્ષી બર્ડ ઑફ ધ યર બનશે?

12 November, 2020 07:33 AM IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શું ન્યુ ઝીલૅન્ડનું આ પક્ષી બર્ડ ઑફ ધ યર બનશે?

પક્ષી

પક્ષી


ન્યુ ઝીલૅન્ડમાં દર વર્ષે ‘બર્ડ ઑફ ધ યર’ની સ્પર્ધા યોજાય છે અને એમાં અનેક પક્ષીઓનાં નામાંકન વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ, કંપનીઓ અને સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે. આ વર્ષે ‘હીહી’ અથવા સ્ટિચ બર્ડ નામે જાણીતા પક્ષીને ‘બર્ડ ઑફ ધ યર’ જાહેર કરવાની પણ એક ભલામણ આવી છે. એ પક્ષીની વિશેષતા એ છે કે એનાં વૃષણોનું કદ નોંધપાત્ર પ્રમાણમાં મોટું છે અને સ્વાભાવિક રીતેજ એ મબલક પ્રમાણમાં વીર્ય-શુક્રાણુ પેદા કરે છે. ‘બર્ડ ઑફ ધ યર’ની સ્પર્ધામાં આ હીહી અથવા સ્ટિચ બર્ડ જીતી જવાની શક્યતા છે. ‘બર્ડ ઑફ ધ યર’ના ખિતાબ માટે એ પક્ષીની ભલામણ ઍડલ્ટ ટૉય મેગા સ્ટોર અથવા સેક્સ ટૉય શૉપ તરફથી કરવામાં આવી હતી. સેક્સ ટૉય શૉપ તરફથી જણાવવામાં આવ્યું હતું કે એ પક્ષી સેક્સ પ્રત્યે પૉઝિટિવ ઍટિટ્યુડને પ્રોત્સાહન આપતું હોવાથી એના નામની ભલામણ કરવામાં આવી છે. નર હીહી પંખીઓનાં વૃષણ તેમના કદ પ્રમાણે જે અપેક્ષા હોય એના કરતાં ચાર ગણાં વધારે હોય છે. પંખીઓમાં એને સૌથી મોટાં વૃષણ ધરાવતું પંખી કહી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2020 07:33 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK