Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલા પોલીસે સિંહ સાથે કરી હાથોહાથની લડાઈ

મહિલા પોલીસે સિંહ સાથે કરી હાથોહાથની લડાઈ

13 March, 2020 10:51 AM IST | Colorado

મહિલા પોલીસે સિંહ સાથે કરી હાથોહાથની લડાઈ

મહિલા પોલીસે સિંહ સાથે કરી હાથોહાથની લડાઈ

મહિલા પોલીસે સિંહ સાથે કરી હાથોહાથની લડાઈ


સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં કોલોરાડો ડેપ્યુટી પર એક માઉન્ટેન લાયન હુમલો કરે છે. લારીમર કાઉન્ટી શૅરિફની ઑફિસના ડેપ્યુટી પર લવલૅન્ડમાં સિંહે હુમલો કર્યો હતો. બપોરે લગભગ દોઢેક વાગ્યે સિંહે શહેરના જ એક નાગરિક પર હુમલો કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. વિડિયોમાં જોવા મળી રહ્યું હતું કે રોષે ભરાયેલો લગભગ ૬ ફુટ લાંબો સિંહ મહિલા પોલીસ પર કૂદ્યો અને તેને નહોર મારવા જઈ રહ્યો હતો, જ્યારે પોલીસે પોતાના હાથથી તેને શરીર પરથી હટાવ્યો અને એનો વાર નિષ્ફળ બનાવ્યો. એ જ સમયે સહ-કર્મચારી પોલીસે તેને ખદેડતાં સિંહ નાસી છૂટ્યો હતો. જોકે પછીથી પોલીસે સિંહને ગોળી મારીને મારી નાખ્યો હતો. 

આ પણ વાંચો : 73 વર્ષનાં આ દાદીને જિમમાં કસરત કરતાં જોશો તો દંગ રહી જશો



મહિલા પોલીસ અને અન્ય ઈજાગ્રસ્ત નાગરિકને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મહિલા પોલીસની તબિયત સુધારા પર છે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2020 10:51 AM IST | Colorado

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK