આ ભાઈને કેમ પ્લાસ્ટિક ટેપમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધા છે?

Published: 13th January, 2021 05:31 IST | Vietnam

વિયેટનામમાં શરીર પર ટૅટૂ ચીતરાવ્યા બાદ એના પૈસા ન ચૂકવનારા માણસને આખી જિંદગી યાદ રહે એવો પાઠ ભણાવવામાં આવ્યો હતો. એ માણસનું શર્ટ ઉતારીને આખેઆખો પ્લાસ્ટિક ફોઇલમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધો હતો.

પ્લાસ્ટિક ટેપમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધો આ માણસને
પ્લાસ્ટિક ટેપમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધો આ માણસને

અત્યાર સુધી હોટેલનું બિલ ન ચૂકવનાર પાસે વાસણ ધોવડાવીને પૈસા વસૂલ કરવાની કે રસ્તા પરના ઢાબા પર આવી નાદારી કરનારને ધોલધપાટના બનાવોની વાતો સાંભળી-જાણી હતી, પરંતુ વિયેટનામમાં શરીર પર ટૅટૂ ચીતરાવ્યા બાદ એના પૈસા ન ચૂકવનારા માણસને આખી જિંદગી યાદ રહે એવો પાઠ ભણાવવામાં આવ્યો હતો. એ માણસનું શર્ટ ઉતારીને આખેઆખો પ્લાસ્ટિક  ફોઇલમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધો હતો. ભરશિયાળામાં વિયેટનામમાં ૧૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા ઉષ્ણતામાનમાં લગભગ ઠૂંઠવાઈ ગયેલો એ માણસ જિંદગીભરની ખો ભૂલી ગયો હતો. તેની એ દુર્દશાની તસવીરો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. માથે હેલ્મેટ પહેરીને ઝાડ સાથે બંધાયેલા એ માણસની સ્થિતિની દયા ખાતી અને ઠેકડી ઉડાડતી કમેન્ટ્સ સોશ્યલ મીડિયા પર ખૂબ કરવામાં આવી છે. ટૅટૂ આર્ટિસ્ટ દુકાનદારે કહ્યું કે ‘તે જુવાનિયો કામ કરાવી લીધા પછી થોડા પૈસા આપીને રફુચક્કર થઈ ગયો હતો. જોકે અમારા માણસોએ તેને શોધી કાઢીને પાઠ ભણાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK