Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ટાપુ પરના લોકોની આંખો ઇલેક્ટ્રિક બ્લુ રંગની કેમ હોય છે?

આ ટાપુ પરના લોકોની આંખો ઇલેક્ટ્રિક બ્લુ રંગની કેમ હોય છે?

05 October, 2020 09:34 AM IST | Indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટાપુ પરના લોકોની આંખો ઇલેક્ટ્રિક બ્લુ રંગની કેમ હોય છે?

આંખો ઇલેક્ટ્રિક બ્લુ રંગની

આંખો ઇલેક્ટ્રિક બ્લુ રંગની


જ્યારે ત્વચાનો ટોન ઊજળો હોય ત્યારે આંખની કીકીનો રંગ પણ કાળો અથવા તો ઘેરો હોય છે. ઇન્ડોનેશિયામાં ઘઉંવર્ણથી ઘેરી ત્વચા ધરાવનારા લોકો હોવાથી અહીં માંજરી કે ભૂરા રંગની આંખો ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગના લોકોના વાળ અને આંખોનો રંગ ઘેરો કાળો હોય છે, પરંતુ સુલાવેસી પ્રાંતના બટન આઇલૅન્ડ પર વસતી ખાસ આદિવાસી ટ્રાઇબના લોકોની આંખોની કીકીનો રંગ ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે વીજળીના ચમકારા જેવો ભૂરો હોય છે.

blue-eyes



સામાન્ય રીતે આવો રંગ વાર્ડનબર્ગ સિન્ડ્રૉમને કારણે જોવા મળે છે, જે ચોક્કસ પ્રકારની જેનેટિક કન્ડિશનને કારણે ઉદ્ભવે છે. ૪૨,૦૦૦માં એકાદ જણને આ સિન્ડ્રૉમ થાય છે. એ સિન્ડ્રૉમને કારણે આંખોનો રંગ ઇલેક્ટ્રિક બ્લુ હોય છે. એ સિન્ડ્રૉમને કારણે વ્યક્તિને સાંભળવામાં તકલીફની વ્યાધિ પણ રહે છે. સુલાવેસી પ્રાંતના બટન આઇલૅન્ડની બટન જાતિના લોકોમાં જિનેટિકલી જ ગરબડ હોવાથી લગભગ મોટા ભાગના લોકોમાં આ વિશેષતા જોવા મળે છે.   


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2020 09:34 AM IST | Indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK