અમેરિકાના ન્યુ જર્સી પ્રાંતના હેકનસેક શહેરમાં વસતા ૧૮ વર્ષના પિયાનોવાદક મૅથ્યુ વ્હિટેકરનું દિમાગ કુતૂહલ જગાવનારું હોવાથી ન્યુરોલૉજિસ્ટ તબીબો માટે અભ્યાસનો વિષય બન્યું છે. જન્મથી જોઈ ન શકતો મૅથ્યુ ત્રણ વર્ષનો હતો એ વખતે તેના દાદાજીએ તેને યામાહા કીબોર્ડ અપાવ્યું અને ત્યારથી તેનો સંગીતનો પ્રવાસ શરૂ થયો છે. મૅથ્યુ ૧૧ વર્ષનો હતો ત્યારથી દુનિયાભરમાં જાઝ મ્યુઝિકના પ્રોગ્રામ આપે છે.
તેને જન્મથી પ્રી-મૅચ્યોર રેટિનોપથી હોવાને કારણે ઉંમર વધતાં-વધતાં તે જોવાની ક્ષમતા પૂરેપૂરી રીતે ગુમાવી બેઠો હતો. મૅથ્યુ જોઈ ન શકતો હોવા છતાં સંગીતમાં આટલો સિદ્ધહસ્ત કેવી રીતે બન્યો એ ન્યુરોલૉજિસ્ટ તબીબો માટે કુતૂહલનો વિષય બન્યો છે.
ન્યુરોલૉજિસ્ટ તબીબોએ મૅથ્યુ પિયાનો વગાડતો હોય એ વખતે તેનું એમઆરઆઇ સ્કૅનિંગ તેમ જ ઑડિટરી ટેસ્ટ કરીને તેના મગજની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.
સ્કૅનિંગ અને ટેસ્ટ દરમ્યાન વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતોએ નોંધ્યું કે મૅથ્યુ સંગીત સાંભળે ત્યારે તેની આંખોમાં દૃષ્ટિ સંબંધી આવરણો સક્રિય, સતર્ક અને સતેજ બની જતાં હતાં. એનો અર્થ એવો કે સંગીત માટે મૅથ્યુનું મગજ આંખોના એ ભાગનો ઉપયોગ કરતું હતું. ફક્ત શારીરિક દૃષ્ટિએ તેનામાં જોવાની ક્ષમતા નહોતી. આશ્ચર્યનો મુદ્દો એ છે કે તે ભાષણો સાંભળે ત્યારે આંખોના એ ભાગમાં એવી સક્રિયતા જણાતી નહોતી. આઠ-દસ મહિના પહેલાં ન્યુ ઓર્લિન્સ જાઝ ફેસ્ટિવલમાં મૅથ્યુના પર્ફોર્મન્સ પર લોકો આફરીન પોકારી ગયા હતા.
નાળિયેરીના કચરામાંથી રચાઈ છે આ ટચૂકડી કલાકૃતિઓ
28th January, 2021 08:56 ISTબ્રિટિશ આર્કિટેક્ટ કૅનેડાના વૅનકુવરમાં વૃક્ષાકાર સ્કાયસ્ક્રૅપર્સ બાંધવા માટે ઉત્સુક
28th January, 2021 08:53 ISTઅનોખો વિરોધ
28th January, 2021 08:51 ISTલગેજ-ફી બચાવવા ચીનમાં ચાર પ્રવાસીઓ ૩૦ મિનિટમાં ૩૦ કિલો સંતરાં ઝાપટી ગયા
28th January, 2021 08:45 IST