Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જ્યારે એક કારમાંથી વાઘ કૂદીને રોડ પર ફરવા લાગ્યો

જ્યારે એક કારમાંથી વાઘ કૂદીને રોડ પર ફરવા લાગ્યો

21 July, 2019 08:45 AM IST | રશિયા

જ્યારે એક કારમાંથી વાઘ કૂદીને રોડ પર ફરવા લાગ્યો

જ્યારે એક કારમાંથી વાઘ કૂદીને રોડ પર ફરવા લાગ્યો

જ્યારે એક કારમાંથી વાઘ કૂદીને રોડ પર ફરવા લાગ્યો


રશિયાના ઇવાનોવો શહેરના વાહનોથી ધમધમતા રોડ પર એક વાઘ છૂટ્યો ફરતો જોઈને શહેરીજનોના જીવ ઊંચા થઈ ગયા હતા. વાત એમ હતી કે એક કારમાં વાઘ જઈ રહ્યો હતો. તેના ગળે પટ્ટો બાંધેલો હતો, પરંતુ અચાનક તે કારની બારીમાંથી બહાર કૂદી ગયો. એની પાછળ વાઘનો માલિક પણ કારમાંથી નીકળ્યો અને એને પકડવા દોડ્યો. જોકે માલિકને જોઈને વાઘ તેનાથી દૂરને દૂર જવા લાગ્યો. આ ઘટના સમયે રોડ પરથી અઢળક વાહનો પસાર થઈ રહ્યાં હતાં.

આ પણ જુઓઃ યાદ છે ગ્રેસી સિંહ? હવે આવી લાગે છે લગાનની આ અભિનેત્રી



રસ્તામાં છૂટા વાઘને જોઈને વાહનો પણ અટકી ગયા. નવાઈની વાત એ હતી કે એક બાળક પણ ખુલ્લા ફરતા વાઘની નજીકથી પસાર થઈ ગયું હતું. આ વિડિયો વાઇરલ થયો હતો. પાછળથી સોશ્યલ મીડિયામાં સમાચાર ફર્યા હતા કે વાઘને માલિકે પકડી લીધો છે. આ ઘટનાને કેટલાક લોકો સ્થાનિક સર્કસવાળાઓનો પબ્લિક-સ્ટન્ટ ગણાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 08:45 AM IST | રશિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK