વાઇફની ઝૂમ પર મીટિંગ્સ ચાલતી હોય ત્યારે, પતિ કરે છે કંઈક આવું

Published: May 18, 2020, 07:47 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

જ્યારે કારાની ઑફિસની ઝૂમ ઍપ પર વિડિયો-કૉન્ફરન્સ ચાલતી હોય એ જ વખતે તેનો પતિ જાતજાતના વેશ ધારણ કરીને પાછળના ડાઇનિંગ ટેબલ પર કામ કરવા બેસી જાય છે.

ઝૂમ પર મીટિંગ્સ ચાલતી હોય ત્યારે પતિ જાતજાતના વેશ ધારણ કરે છે
ઝૂમ પર મીટિંગ્સ ચાલતી હોય ત્યારે પતિ જાતજાતના વેશ ધારણ કરે છે

લૉકડાઉનમાં ઘરેથી કામ કરવાનું હોય ત્યારે ઘરના અન્ય સભ્યો એકબીજાને સહકાર આપે એ બહુ જરૂરી છે. એમાંય જ્યારે વિડિયો કૉન્ફરન્સ ચાલતી હોય ત્યારે પરિવારજનો શાંતિ રાખે અને અચાનક પાછળ પૉપ-આઉટ ન થાય તો સારું. જોકે ઇન્ડિયાનામાં રહેતી કારા ફીલ્ડ્સ અને તેના પતિની જોડી લૉકડાઉનના સમયમાં પણ એકબીજાના ટાંટિયાખેંચ કરીને મજા લઈ રહ્યા છે. જ્યારે કારાની ઑફિસની ઝૂમ ઍપ પર વિડિયો-કૉન્ફરન્સ ચાલતી હોય એ જ વખતે તેનો પતિ જાતજાતના વેશ ધારણ કરીને પાછળના ડાઇનિંગ ટેબલ પર કામ કરવા બેસી જાય છે. તે પણ જાણે કામ કરતો હોય એમ લૅપટૉપમાં જ માથું ખૂંપાવી દે છે; પરંતુ તેણે બૅટમૅન, સ્પાઇડરમૅન કે કાઉબૉય જેવા વેશ ધારણ કરેલા હોય છે.

કારા અને તેનો પતિ વર્ક ફ્રૉમ હોમના તેમના નવા જીવનમાં સેટ થઈ રહ્યાં છે. તેમનાં બાળકો ઘરેથી જ અભ્યાસ કરે છે અને તેઓ બન્ને નવથી પાંચ વાગ્યાની તેમની નોકરીમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યાં છે, પરંતુ લૉકડાઉનના સમયમાં ઘરેથી કામ કરતાં તેને તેમ જ તેના સહકર્મચારીઓને મનોરંજન પણ મળી રહે અને કામનો બોજ ભૂલીને હળવાશ અનુભવી શકે એ માટે કૉન્ફરન્સ-કૉલ વખતે તે હંમેશાં રમૂજી દેખાવનાં વસ્ત્રો પહેરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK