Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જ્યારે પોલીસે લીધો શાહરૂખનો અવતાર, લોકોને યાદ આવી ફિલ્મ કુછ કુછ હોતા હૈ

જ્યારે પોલીસે લીધો શાહરૂખનો અવતાર, લોકોને યાદ આવી ફિલ્મ કુછ કુછ હોતા હૈ

28 May, 2020 07:48 PM IST | Nagpur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જ્યારે પોલીસે લીધો શાહરૂખનો અવતાર, લોકોને યાદ આવી ફિલ્મ કુછ કુછ હોતા હૈ

પોલીસે બનાવેલી મીમ

પોલીસે બનાવેલી મીમ


હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. ત્યારે શહેરના પોલીસનું કામ સૌથી વધારે વધી ગયું છે. રાત-દિવસ મહેનત કરીને લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ નાગપુર પોલીસે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે માસ્ક પહેરવાનું મહત્વ સમજાવ્યું છે.

કોવિડ -19ના સંકટ સમયે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની વાતને જોર આપવા મહારાષ્ટ્રમાં નાગપુર પોલીસે 1998માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ની એક તસવીરનો ઉપયોગ કરીને મીમ પોસ્ટ કરીને ઘણી અનોખી રીત અપનાવી છે. ટ્વિટર પર બુધવારે પોસ્ટ કરેલા મીમમાં પોલીસે ફિલ્મના એક દૃશ્યને ઉપયોગ કર્યો છે, જેમાં શાહરૂખ ખાને કાજોલને હગ કરીને અને રાની મુખર્જીનો હાથ પકડી રાખ્યો છે.




પોલીસે મીમમાં શાહરૂખ ખાનને 'યૂ' (તમે), કાજોલને ગોઈન્ગ આઉટ (બહાર જવા) અને રાની મુખર્જીને 'માસ્ક'નું નામ આપતા લોકો સુધી એક સંદેશો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, એન કહે છે કે બહાર જતા સમયે માસ્ક લગાવવાનું નહીં ભૂલે.


નાગપુર પોલીસે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર મીમના કેપ્શનમાં લખ્યું છે, 'ઈસ બંધન કો ટૂટને ન દેં, ક્યોંકિ બહુત કુછ હોતા હૈ.' કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે નાગપુર પોલીસે ગયા મહિને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત જણાવ્યું હતું.

તેઓ આ હુકમનું કડક રીતે પાલન કરવાનો અને માસ્ક પહેર્યા વિના બહાર આવતા લોકોને પાછા મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 07:48 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK