Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ દાદી સ્વર્ગ જઈને 10 કલાકમાં પાછાં જીવતાં થયાં

આ દાદી સ્વર્ગ જઈને 10 કલાકમાં પાછાં જીવતાં થયાં

29 February, 2020 07:45 AM IST | Ukraine

આ દાદી સ્વર્ગ જઈને 10 કલાકમાં પાછાં જીવતાં થયાં

દાદી

દાદી


યુક્રેનમાં ૮૩ વર્ષની એક મહિલાને ડૉક્ટરોએ મૃત જાહેર કરી એના ૧૦ કલાક પછી અચાનક જ તે ફરી જીવતી થઈ હતી. સ્ટિરજાવકાની રહેવાસી જીનિયા દીદુખ નામની રિટાયર નર્સ સ્ટેજ-૩ કોમામાં ચાલી ગઈ હતી. ડૉક્ટરોને બોલાવતાં તેમણે તેને ઘરમાં જ આરામ કરવા જણાવ્યું હતું. જોકે થોડા સમય પછી તેની શ્વસનક્રિયા બંધ પડી જતાં ફરી ડૉક્ટરને બોલાવાયા, જેમણે જીનિયા મૃત્યુ પામી હોવાનું જાહેર કરીને સર્ટિફિકેટ આપ્યું હતું.

જોકે તેમને દફન કરવાની તૈયારી કરતી વખતે જીનિયાની દીકરીને તેમનું માથું ગરમ લાગ્યું એટલે તેમને તરત જ હૉસ્પિટલ લઈ જવાયાં, જ્યાં ડૉક્ટરોએ આશ્ચર્ય સાથે તે જીવિત હોવાનું જણાવ્યું. એક અઠવાડિયા પછી તે કોમામાંથી બહાર આવી ગઈ હતી.
ઠીક થયા પછી જીનિયાને પૂછતાં તેમણે કહ્યું કે મેં સ્વર્ગ જોયું. ત્યાં જઈને મેં મારા પિતાને બૂમ પાડીને બોલાવ્યા. હું તેમને પૂછવા માગતી હતી કે સ્વર્ગમાં રહેવું સહેલું છે કે નહીં. તેઓ મને મળશે એવી મને આશા હતી, પણ આંખ ખોલી તો મારી આજુબાજુમાં સફેદ કપડાં પહેરેલા લોકોને જોઈને મને લાગ્યું કે આ બધા દેવદૂત છે, પણ તેઓ ડૉક્ટર હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 07:45 AM IST | Ukraine

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK