Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ હેરસ્ટાઇલિસ્ટ હેર-આર્ટમાં છે માહેર

આ હેરસ્ટાઇલિસ્ટ હેર-આર્ટમાં છે માહેર

08 August, 2020 06:59 AM IST | Vietnam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હેરસ્ટાઇલિસ્ટ હેર-આર્ટમાં છે માહેર

હેરસ્ટાઇલિસ્ટ

હેરસ્ટાઇલિસ્ટ


વિયેટનામનો ટ્રુન્ગ ઝુઆન તુઆન નામનો એક હેરસ્ટાઇલિસ્ટ તેના ગ્રાહકોના માથાના પાછળના ભાગમાં ટ્રીમર અને રેઝર જેવા સામાન્ય અસ્તરાનો ઉપયોગ કરીને અદ્ભુત આર્ટવર્ક કરે છે.

છેલ્લાં દસ વર્ષથી તે હેરસ્ટાઇલિસ્ટ તરીકે કામ કરે છે, પરંતુ માથાની પાછળના ભાગમાં વિવિધ ડિઝાઇન્સ કરવાની શરૂઆત તેણે છેલ્લાં પાંચ વર્ષથી કરી છે. ૨૦૧૮માં પોર્ટુગીઝ સૉકરના ખેલાડી ક્રિસ્ટીન રોનાલ્ડોના ફોટોને લઈને અખબારોની હેડલાઇન્સમાં ચમક્યો હતો. એ પછી તેણે સ્થાનિક ટીવી-આર્ટિસ્ટોના ફોટો વાળમાં બનાવ્યા હતા. એમાં ફાવટ આવ્યા બાદ તેણે બારીક ડિઝાઇનના પોર્ટફોલિયો પર કામ કરવાની શરૂઆત કરી હતી. તેની પાસે અનેક લોકો પોતાના પ્રિયજનોના ફોટોનું આર્ટવર્ક કરાવવા આવે છે, પણ તેની પાસે પૂરતો સમય નથી.



તેના એક આર્ટવર્કની કિંમત નાની ડિઝાઇનના ૧૧૦૦ રૂપિયા અને મોટી ડિઝાઇનના ૨૫૦૦ રૂપિયા છે. આ આર્ટવર્કની સમસ્યા એ છે કે ખૂબ મહેનત કરીને તૈયાર કરેલી આ ડિઝાઇન્સ બે કે ત્રણ દિવસ જ ટકે છે, તો ક્યારેક ઝીણી ડિઝાઇન ન હોય તો લગભગ ૧૦ દિવસ સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. ટ્રુંગ પાસે ડિઝાઇન્સ બનાવનારા કરતાં ડિઝાઇન્સ બનાવતાં શીખવા માગતા યુવાનો વધુ આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2020 06:59 AM IST | Vietnam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK