અફઘાનિસ્તાનની છોકરીઓ બનાવે છે કારના સ્પેરપાર્ટ્સમાંથી વેન્ટિલેટર્સ

Published: Apr 21, 2020, 07:29 IST | Gujarati Mid-day Correspondent | Afghanistan

જે ઇસ્લામિક દેશોમાં થોડાં વર્ષો પહેલાં છોકરીઓને સ્કૂલ જવાની પરવાનગી નહોતી, પણ ત્યાંની છોકરીઓ અત્યારે કોરોના વાઇરસ સામેની લડાઈમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે.

છોકરીઓ બનાવે છે કારના સ્પેરપાર્ટ્સમાંથી વેન્ટિલેટર્સ
છોકરીઓ બનાવે છે કારના સ્પેરપાર્ટ્સમાંથી વેન્ટિલેટર્સ

જે ઇસ્લામિક દેશોમાં થોડાં વર્ષો પહેલાં છોકરીઓને સ્કૂલ જવાની પરવાનગી નહોતી, પણ ત્યાંની છોકરીઓ અત્યારે કોરોના વાઇરસ સામેની લડાઈમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. અત્યારે દુનિયાભરમાં વેન્ટિલેટર્સની અછત સર્જાઈ છે ત્યારે અફઘાનિસ્તાનના કોરોના વાઇરસના હૉટસ્પૉટ વિસ્તારોમાંના એક હેરત શહેરમાં પોલીસ ચેકપૉઇન્ટથી બચવા માટે અંદરના રસ્તાઓમાં થઈને ૧૭ વર્ષની સોમાયા ફારુકી અને તેની અન્ય ચાર મિત્રો લગભગ રોજ સવારે તેના પિતાની કારમાં એક મેકૅનિકની વર્કશૉ પપર જાય છે અને કારના પાર્ટ્સમાંથી વેન્ટિલેટર બનાવે છે.

અફઘાનિસ્તાનમાં ઇનામ જીતનારી ગર્લ્સ રોબોટિક્સ ટીમની સભ્ય એવી આ છોકરીઓ જણાવે છે કે અમે જૂની કારના પાર્ટ્સમાંથી વેન્ટિલેટર બનાવીને વાઇરસ સામેની લડતમાં દેશને મદદરૂપ થવા માગીએ છીએ. યાદ રહે કે માત્ર એક પેઢી પહેલાં ૧૯૯૦ના દસકાના અંતમાં ઇસ્લામિક કટ્ટરપંથી તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનમાં છોકરીઓને સ્કુલ જવાની પરવાનગી નહોતી. ૨૦૦૧માં અફઘાનિસ્તાનમાં અમેરિકનોના પ્રવેશ પછી છોકરીઓ સ્કૂલમાં જતી થઈ છે, એવામાં ફારુકીની આ શોધ ઘણી સરાહનીય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK