ઉત્તરાખંડમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો : મૃતદેહ લેવા સાત પત્નીઓ પહોંચી

Published: Oct 03, 2019, 10:58 IST | ઉત્તરાખંડ

ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં આપઘાત કરનારા એક પુરુષનો મૃતદેહ લેવા માટે તેની પત્ની હોવાનો દાવો કરતી સાત મહિલાઓ પહોંચી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં આપઘાત કરનારા એક પુરુષનો મૃતદેહ લેવા માટે તેની પત્ની હોવાનો દાવો કરતી સાત મહિલાઓ પહોંચી ગઈ હતી. એને કારણે પોલીસ ટેન્શનમાં આવી ગઈ હતી.

૪૦ વર્ષના એક પુરુષે રવિવારે અહીં આપઘાત કર્યો હતો. ત્યાર બાદ એક પછી એક પાંચ મહિલાઓ આવી. દરેકે પોતે મરનારની પત્ની હોવાનો અને મરનારને અન્ય મહિલા સાથે કોઈ સંબંધ હોવાની માહિતી નહીં હોવાના દાવા કર્યા હતા.

કલાકો સુધી આ લમણાફોડ ચાલી હતી અને છતાં પોલીસ નક્કી કરી શકતી નહોતી કે આ પાંચ-પાંચ મહિલાઓના દાવાનો નિકાલ કેવી રીતે કરવો. એટલામાં બીજી બે મહિલા આવી અને તેમણે પણ પોતે મરનારની પત્ની હોવાનો દાવો કર્યો હતો.

હરિદ્વારની રવિદાસ કૉલોનીમાં રહેતો મરનાર પવન કુમાર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. છેલ્લા થોડા સમયથી તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. રવિવારે રાત્રે તેણે ઝેર પીધું હતું. તેની પત્નીએ તેને બેહોશ હાલતમાં નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તે મરણ પામ્યો હતો.

આ પણ વાંચો : પોતાના લગ્નમાં પહેરેલો ડ્રેસ આ બહેન રોજિંદા જીવનમાં પણ પહેરીને ફરે છે

તે મરનારની પત્ની હતી કે કેમ એની ખરાઈ અમે કરીએ ત્યાં બીજી ત્રણ-ચાર મહિલા મરનારની પત્ની હોવાનો દાવો લઈને પોલીસ સ્ટેશને આવી હતી. નવાઈની વાત એ છે કે મરનાર પવનના બૅન્ક-ખાતામાં એક પૈસો પણ નથી અને તે પોતે પણ ભાડાના ઘરમાં રહેતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK