કરોડોના આસામી એવા આ મુસ્લિમ બિઝનેસમૅન વીકએન્ડ ગાળે છે ગાયો સાથે જ

Published: Jul 24, 2020, 07:03 IST | Gujarati Mid-day Correspondent | Uttar Pradesh

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતા ઝુબૈદ ઉર-રહેમાન નામના ભાઈની ચંદયાણા ગામમાં ૪૦ એકરની ખેતીવાડીની જમીન છે જેમાં તેઓ આંબાની કરોડોની ખેતી કરે છે.

ઝુબૈદ ઉર-રહેમાન
ઝુબૈદ ઉર-રહેમાન

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતા ઝુબૈદ ઉર-રહેમાન નામના ભાઈની ચંદયાણા ગામમાં ૪૦ એકરની ખેતીવાડીની જમીન છે જેમાં તેઓ આંબાની કરોડોની ખેતી કરે છે. એ ઉપરાંત તેમનો રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ છે. ખેતી અને રિયલ એસ્ટેટ ઉપરાંત ઝુબૈદભાઈની વાસણ બનાવવાની ફૅક્ટરી પણ છે.

આ પણ વાંચો : પોતાના ઘરમાં કોરોનાદેવીનું મંદિર બનાવ્યું છે આ ભાઈએ

કરોડોના આસામી અને અનેક જાતના બિઝનેસ ચલાવતા ઝુબૈદભાઈનું હુલામણુ નામ છે બબ્બન મિયાં. બબ્બન મિયાંની એક ખાસિયતને કારણે તાજેતરમાં તેઓ સમાચારમાં ચમક્યા છે. ધર્મથી મુસ્લિમ અને કામમાં અતિવ્યસ્ત રહેતા મિયાં પ્રત્યેક વીકએન્ડ ગાયોની સેવામાં ગાળે છે. તેમની ગૌશાળામાં ૬૫ ગાયો છે અને વીકએન્ડમાં તેઓ ગાયોને નવડાવવા અને પોતાના હાથે ખાવાનું ખવડાવે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK