સ્ટાર વૉર્સના ચાહકે થ્રી-ડી પ્રિન્ટર વડે બુલેટપ્રૂફ સૂટ બનાવ્યો

Published: Jan 15, 2020, 12:16 IST

અમેરિકામાં પાંખી વસતી ધરાવતા સારાટોગા સ્પ્રિન્ગ્સ શહેરના રહેવાસીએ થ્રી-ડી પ્રિન્ટર વડે સ્ટૉર્મ ટ્રુપર સૂટ બનાવ્યો છે.

બુલેટપ્રૂફ સૂટ
બુલેટપ્રૂફ સૂટ

અમેરિકામાં પાંખી વસતી ધરાવતા સારાટોગા સ્પ્રિન્ગ્સ શહેરના રહેવાસીએ થ્રી-ડી પ્રિન્ટર વડે સ્ટૉર્મ ટ્રુપર સૂટ બનાવ્યો છે. અવકાશમાં કે આકાશગંગામાં લડાઈઓનાં દૃશ્યો આપણે ફિલ્મોમાં જોયાં છે. એ મુજબ યુદ્ધમાં વપરાતો હોય એવો દેખાતો એ સ્ટૉર્મ ટ્રૂપર સૂટ છે. આ નવો સ્ટૉર્મ ટ્રૂપર સૂટ બનાવનારા કમ્પ્યુટર એન્જિનિયર નીલ્સ રાસ્મસૉન સ્ટાર વૉર્સનો જબ્બર ચાહક-પ્રશંસક છે. નીલ્સ રાસ્મસૉનને સ્ટાર વૉર્સનાં પાત્રો અને પહેરવેશ ખૂબ ગમે છે. નીલ્સે પાંચ વર્ષ પહેલાં સ્ટૉર્મ ટ્રુપર ખરીદ્યું હતું. એ પછી પાંચ પ્રિન્ટર્સની મદદથી ૪૦૦થી ૬૦૦ કલાકોમાં પ્લાસ્ટિક ફિલામેન્ટનો સ્ટૉર્મ ટ્રુપર સૂટ બનાવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK