Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંચ વર્ષનો છોકરો તેની મમ્મીની કાર લઈને લમ્બોર્ગિની ખરીદવા નીકળ્યો

પાંચ વર્ષનો છોકરો તેની મમ્મીની કાર લઈને લમ્બોર્ગિની ખરીદવા નીકળ્યો

11 May, 2020 07:25 AM IST | Utah
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ વર્ષનો છોકરો તેની મમ્મીની કાર લઈને લમ્બોર્ગિની ખરીદવા નીકળ્યો

પાંચ વર્ષનો છોકરો લમ્બોર્ગિની ખરીદવા નીકળ્યો

પાંચ વર્ષનો છોકરો લમ્બોર્ગિની ખરીદવા નીકળ્યો


મમ્મીએ લમ્બોર્ગિની કાર લઈ આપવાની ના પાડી એટલે પાંચ વર્ષનો ટાબરિયો તેની મમ્મીની કાર લઈને ભાગી છૂટ્યો. જોકે તે સહેજે બે માઇલ જેટલું હંકારી ગયો હશે ત્યાં પોલીસે તેને ઝડપી લીધો. યુટાહ રાજ્યના હાઇવે પૅટ્રોલ ઑફિસરે જ્યારે કારને રોકી ત્યારે શરૂઆતમાં તેને લાગ્યું કે કોઈ અક્ષમ વ્યક્તિ કાર હંકારી રહ્યો છે, પરંતુ ડ્રાઇવિંગ સીટ પર પાંચ વર્ષના નાના ટાબરિયાને જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો.

ઑફિસરને મુંઝાતા જોઈને આ ટાબરિયો તેમને સમજાવે છે કે હકીકતમાં આ કાર તેની મમ્મીની છે. તેનાં મમ્મી-પપ્પા ઑફિસ ગયાં છે અને તેનાં મોટાં બાઈ-બહેન તેનું ધ્યાન રાખી રહ્યાં હતાં. તેણે ઘરમાં આવતા બેબી સીટરની નજર ચુકાવીને મમ્મીની કારની ચાવી સેરવી લીધી છે. ભાઈસાહેબ ખિસ્સામાં ત્રણ ડૉલર લઈને તેની સ્વપ્નની સુપર કાર લમ્બોર્ગિની ખરીદવા માટે કૅલિફૉર્નિયા જઈ રહ્યા હતા.



તેના ઘરથી કૅલિફૉર્નિયા લગભગ 12 કલાકના ડ્રાઇવ બાદ પહોંચી શકાય છે. કાર લેવા માટે ઘરેથી ભાગી જવા માટેનું કારણ આપતાં આ ટાબરિયો કહે છે કે તેનાં માતા-પિતાએ કાર લઈ આપવાની ના પાડી છે એટલે તેણે છુપાઈને આમ કરવું પડ્યું હતું. ઑફિસરે આ આખી ઘટનાને ટ્વિટર પર મૂકી છે, જેને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 07:25 AM IST | Utah | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK