લો આવી ગઈ કોવિડ પાર્ટી, એમાં શરત એવી લાગે છે કે કોને પહેલાં કોરોના થાય છે

Published: Jul 04, 2020, 07:20 IST | Gujarati Mid-day Correspondent | America

અલબામાના જુવાનિયાઓની કોવિડ-પાર્ટી: એમાં શરત એવી લાગે છે કે કોને પહેલાં કોરોના-ઇન્ફેક્શન થાય છે

કોવિડ પાર્ટી
કોવિડ પાર્ટી

કૉલેજોના વિદ્યાર્થીઓના જોખમી ખેલ અને રૅગિંગના જોખમી પ્રકારના દાખલા ઘણી વખત જાણવા મળે છે, પરંતુ અમેરિકાના અલબામા સ્ટેટના વિદ્યાર્થીઓ સૌથી મોટી જોખમી રમત રમી રહ્યા છે. અત્યારે જ્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગની બોલબાલા છે ત્યારે અહીંના વિદ્યાર્થીઓ અવારનવાર કોવિડ-19 પાર્ટીઓ આપે છે અને એ પાર્ટીમાં કોને પહેલાં કોરોના-ઇન્ફેક્શન લાગે છે એની શરત લગાવે છે. કહેવાય છે કે આ પાર્ટીમાં ઇરાદાપૂર્વક કોરોના-ઇન્ફેક્ટેડ વ્યક્તિને બોલાવવામાં આવે છે. તેમની સાથે બધા સ્ટુડન્ટ્સ પાર્ટી કરે છે. આ પ્રકારની ઘાતક શક્યતાઓ ધરાવતી પાર્ટીઓ સામે તુસ્કાલોસા શહેરનાં નગરસેવિકાએ ચેતવણી પણ આપી છે, પરંતુ યંગસ્ટર્સ દિમાગ નેવે મૂકીને જાતને જોખમમાં મૂકી રહ્યા છે. યંગસ્ટર્સ જોવા માગે છે કે તેમનામાંથી કોને પહેલાં કોરોનાનું ઇન્ફેક્શન લાગે છે. તુસ્કાલોસાના ફાયર ડિપાર્ટમેન્ટે કેટલાંક અઠવાડિયાંથી આવી પાર્ટીઓ યોજાતી હોવાનું નોંધીને એની જાણ નગરપાલિકાના ટોચના સત્તાધારીઓને કરી છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK