Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શ્વાનની આ હરકતથી માલિક થયા આશ્ચર્યચકિત, સીસીટીવીમાં થયો ખુલાસો

શ્વાનની આ હરકતથી માલિક થયા આશ્ચર્યચકિત, સીસીટીવીમાં થયો ખુલાસો

13 September, 2019 05:19 PM IST | મુંબઈ

શ્વાનની આ હરકતથી માલિક થયા આશ્ચર્યચકિત, સીસીટીવીમાં થયો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


જો તમારી પાસે પણ શ્વાન છે તો એ વાતની સો ટકા ગેરંટી છે કે તમે તેને દુનિયાનો સૌથી સારો શ્વાન માનતા હશો. પોતાના માલિકની આ માન્યતાને એક શ્વાને સાચી સાબિત કરી છે. તેણે સાબિત કર્યું છે કે ન માત્ર તેઓ વફાદાર હોય છે પરંતુ તેઓ સમજદાર પણ હોય છે.

કેલિફોર્નિયાના એક શખ્સે સીસીટીવીથી મળેલા વીડિયો ફૂટેજમાં જોયું કે તેમનો પાલતુ શ્વાન તેના નાના દીકરાના ટ્રેનિંગ ટૉયલેટનો ઉપયોગ રાત્રે કરી રહ્યો હતો. જે બાદ તેમને સવારે લાગ્યું કે કદાચ તેમણે છેલ્લી વાર દીકરાના ઉપયોગ બાદ સાફ નહીં કર્યું હોય. પરંતુ વીડિયો જોયા બાદ આખો મામલો સ્પષ્ટ થઈ ગયો.

તેમણે જણાવ્યું કે, હું સવારે 5 વાગ્યા કામ પરથી પાછો આવ્યો અને જોયું કે મારા દીકરાનું ટ્રેનિંગ ટૉયલેટ ગંદુ છે. મને પત્ની પર ગુસ્સો આવ્યો કે તેણ કેવી રીતે તેને ગંદુ જ છોડી દીધું?

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ



મે કેમેરામાં ચેક કર્યું તો તેઓ હેરાન થઈ ગયા. આ પહેલી વાર નથી જ્યારે કોઈ પાલતૂ પ્રાણી સમાચારમાં આવ્યું છે. થોડા સમય પહેલા એક પિટ બુલે દુનિયાના સૌથી વધુ ડ્રામેબાઝ ડૉગના ખિતાબને મેળવ્યો હતો. તેણે નખ કાપવાથી બચવા માટે બેહોશ થવાનું નાટક કર્યું હતું.જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2019 05:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK