Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 14 વર્ષના ટીનેજરે બનાવ્યો કમલા હૅરિસનો સ્કૅચ

14 વર્ષના ટીનેજરે બનાવ્યો કમલા હૅરિસનો સ્કૅચ

01 December, 2020 07:33 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

14 વર્ષના ટીનેજરે બનાવ્યો કમલા હૅરિસનો સ્કૅચ

કમલા હૅરિસનો સ્કૅચ બનાવ્યો આ ટીનેજરે

કમલા હૅરિસનો સ્કૅચ બનાવ્યો આ ટીનેજરે


ભારતીય મૂળનાં તામિલનાડુનાં કમલા હૅરિસ યુએસએનાં વાઇસ પ્રેસિડન્ટના પદ પર ચૂંટાઈ આવનારાં પ્રથમ મહિલા છે. કૅલિફૉર્નિયાના ૧૪ વર્ષના ટાઇલર ગૉર્ડને કમલા હૅરિસનો એક સુંદર સ્કૅચ બનાવ્યું હતું, જે જોઈને પ્રભાવિત થયેલાંક મલા હૅરિસે તેને ફોન કરીને તેના સ્કૅચની પ્રશંસા કરી હતી. ટાઇલર ગૉર્ડને  તેના ટ્વિટર-પેજ પર એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં તે કમલા હૅરિસનું ચિત્ર પેઇન્ટ કરી રહ્યો હતો. આ વિડિયો સાથે તેણે ટ્વિટર પર આ વિડિયોને રીટ્વીટ કરીને કમલા હૅરિસ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. હિલેરી ક્લિન્ટનની દીકરી ચેલ્સા ક્લિન્ટને આ વિડિયો કમલા હૅરિસને ટૅગ કરીને પોતાના પ્રતિભાવ આપવા જણાવ્યું હતું, જેના જવાબમાં કમલા હૅરિસે ટાઇલર ગૉર્ડનને ફોન કરીને તેની પ્રશંસા કરી હતી. કમલા હૅરિસ સાથેની વાતચીતની ઑડિયો-ક્લિપ ટ્વિટર પર શૅર કરીને ટોઇલર ગૉર્ડને કમલા હહૅરિસ અને ચેલ્સા ક્લિન્ટનનો આભાર માન્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 07:33 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK