બેરોજગાર દીકરાને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂક્યો, દીકરો કોર્ટે ચડ્યો

Published: 30th September, 2020 07:48 IST | Gujarati Mid-day Correspondent | Mexico

નોકરી-ધંધા વગરના અને ઘરમાં કોઈ મદદ ન કરતા દીકરાને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાની ફરિયાદ મેક્સિકન પ્રૉસિક્યુટરની ઑફિસમાં નોંધાઈ છે.

બેરોજગાર દીકરો
બેરોજગાર દીકરો

નોકરી-ધંધા વગરના અને ઘરમાં કોઈ મદદ ન કરતા દીકરાને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાની ફરિયાદ મેક્સિકન પ્રૉસિક્યુટરની ઑફિસમાં નોંધાઈ છે. ૩૦ વર્ષના ક્રિશ્ચિયન યુરિયેલે તેની મમ્મી અને માસી મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકતી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અદાલતના ચુકાદાની રાહ જોવાઈ રહી છે.

જોકે ક્રિશ્ચિયને પોતે બેકાર હોવાનું અને ઘરમાં ‘કામ કા ન કાજ કા, દુશ્મન અનાજ કા’ કહેવતને અનુસરતાં પડ્યોપાથર્યો રહેતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું નહોતું. ક્રિશ્ચિયન ઘરખર્ચમાં કે ઘરના કામમાં ક્યાંય મદદ કરતો ન હોવાનું તેની મમ્મી અને આન્ટી કહે છે. મમ્મી અને માસી તેને ઝાડુથી માર મારતી હતી અને તેના પર પાણી ફેંકતી હતી. મમ્મીએ કહ્યું કે ‘કોરોના રોગચાળો શરૂ થયો ત્યારે દીકરો ક્રિશ્ચિયન યુરિયેલ મારી પાસે રહેવા આવ્યો હતો, કારણ કે રોગચાળામાં તેની રોજગારી છીનવાઈ ગઈ હતી. મેં માતૃવાત્સલ્યની લાગણીને કારણે દીકરાને ઘરમાં રાખ્યો, પરંતુ છેલ્લા ચાર મહિનાથી તે સોફા પર બેઠો-બેઠો વિડિયો-ગેમ રમ્યા કરે છે. બીજું કંઈ કામકાજ શોધવા જતો નથી. લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરાતાં બહાર ધંધા-રોજગાર ખૂલવા માંડ્યા છતાં તે ઘરમાં જ બેઠો રહેતો હતો. એ ઉપરાંત એક પણ વસ્તુ તે જાતે ઊભો થઈને લેતો નથી. દરેક વસ્તુ તે ઑર્ડર કરે એમ હાથમાં આપવાની હોય છે એથી અમે ત્રાસી ગયાં હતાં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK