Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડમાં બે ઘૂસણખોર પેન્ગ્વિનની ધરપકડ કરવી પડી

ન્યુ ઝીલૅન્ડમાં બે ઘૂસણખોર પેન્ગ્વિનની ધરપકડ કરવી પડી

21 July, 2019 09:01 AM IST | ન્યૂ ઝીલેન્ડ

ન્યુ ઝીલૅન્ડમાં બે ઘૂસણખોર પેન્ગ્વિનની ધરપકડ કરવી પડી

ન્યુ ઝીલૅન્ડમાં બે ઘૂસણખોર પેન્ગ્વિનની ધરપકડ કરવી પડી

ન્યુ ઝીલૅન્ડમાં બે ઘૂસણખોર પેન્ગ્વિનની ધરપકડ કરવી પડી


પેન્ગ્વિન ભલે પંખી ગણાતું હોય પણ એ ઊડી નથી શકતું. દક્ષિણ ધ્રુવના ‌પ્રદેશોમાં જોવાં મળતાં આ પંખીઓ આમ તો સાવ નિરુપદ્રવી હોય છે, પણ ક્યારેક તેઓ સ્થાનિકોને પરેશાન કરી દેતા હોય છે. થોડાક સમય પહેલાં ન્યુ ઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટનમાં પોલીસે બે તોફાની પેન્ગ્વિનની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો



વાત એમ હતી કે સુશી માટે જાણીતી એક રેસ્ટોરાંમાં બે પેન્ગ્વિન વારંવાર ઘૂસી જતા હતા. રોજ તેના કર્મચારીઓ આ પંખીઓને બહાર હાંકી કાઢતા, પણ આ ક્યુટ પંખીઓ ચોરીછૂપીથી પાછા ઘૂસી જતાં અને ખૂણામાં ભરાઈને મસ્ત આરામ માણતાં. આખરે રોજની બલાથી કંટાળીને રેસ્ટોરાંના માલિકે પોલીસને બોલાવી. આ પંખીઓ એટલા પેંધી પડેલાં કે તેમને બહાર કાઢીને પકડીને લઈ જતાં પોલીસને પણ નાકે દમ આવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 09:01 AM IST | ન્યૂ ઝીલેન્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK