સામાન પહોંચાડવા માટે કેદારનાથમાં દાદરા પર ટ્રૅક્ટર ચડાવી દીધું આ ભાઈએ

Published: Jul 21, 2020, 07:30 IST | Gujarati Mid-day Correspondent | Kedarnath

કેદારનાથમાં બાંધકામકાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

કેદારનાથમાં દાદરા પર ટ્રૅક્ટર ચડાવી દીધું
કેદારનાથમાં દાદરા પર ટ્રૅક્ટર ચડાવી દીધું

કેદારનાથમાં બાંધકામકાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. પાવર સ્ટેશન બનાવવા માટે અનેક પડકારનો સામનો કરવો પડે છે અને અહીં ભારે મશીનો પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં કેદારનાથનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં કેદારનાથમાં મશીનોને ઉપર પહોંચાડવાની જવાબદારી લેનારા શખસે ભારે વજનનાં મશીનોને ટ્રૅક્ટર પર લાદીને એને કેદારનાથ ધામની સીડીઓ પર ચડાવી દીધું હતું.

આ પણ વાંચો : સોના અને ચાંદી પછી હવે એલઈડી માસ્ક આવી ગયા છે

વિડિયોમાં જોઈ શકાય છે કે સીડી પર એક ટ્રૅક્ટર ચાલી રહ્યું છે, મશીન બાંધ્યું છે જેને પાછળ રસ્સીથી બાંધવામાં આવ્યું છે. જોકે ટ્રૅક્ટર ગુલાંટ ન ખાઈ જાય એટલે બૅલૅન્સમાં રાખવા માટે એના આગળના ભાગમાં થોડા લોકો પણ બેસી ગયા છે અને મશીનને તેઓએ પકડી રાખ્યું છે. જોકે વાઇરલ થયેલા આ વિડિયોને જોયા બાદ જિલ્લાના વહીવટી તંત્રએ કેદારનાથ ધામ પર ટ્રૅક્ટરથી સામાન લઈ જવા પર મનાઈ ફરમાવી છે. દાદરા પર ટ્રૅક્ટર ચડાવવાનું અળવીતરું કામ તો ભારતના લોકોને જ સૂઝે. બરાબરને?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK