Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સિંગલ મૅન ક્રિકેટ: જાતે જ બૉલ નાખવાનો અને જાતે જ શૉટ મારવાનો

સિંગલ મૅન ક્રિકેટ: જાતે જ બૉલ નાખવાનો અને જાતે જ શૉટ મારવાનો

02 April, 2020 08:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગલ મૅન ક્રિકેટ: જાતે જ બૉલ નાખવાનો અને જાતે જ શૉટ મારવાનો

સિંગલ મૅન ક્રિકેટ

સિંગલ મૅન ક્રિકેટ


બધા લોકો પોતપોતાના ઘરમાં કેદ છે ત્યારે દોસ્તોની સાથે રમવા જવાનું બહુ મન થતું હોય તો શું કરવાનું? પોતે સમય કેવી રીતે પસાર કરવો એના આઇડિયાઝવાળા અનેક વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. લોકો પોતે કેવી રીતે ટાઇમપાસ કરે છે એનો વિડિયો બનાવીને ટિકટૉક પર મૂકી રહ્યા છે. એક ટિકટૉક-યુઝરે સિંગલ મૅન ક્રિકેટ ગેમનો વિડિયો બનાવ્યો છે જે ખૂબ વાઇરલ થયો છે. આ ભાઈસાહેબ પોતાના ઘરની ટેરેસ પર એકલા જ ક્રિકેટ રમી રહ્યા છે. તે પહેલાં બૉલ નાખીને દોડતો બીજી તરફ જઈને શૉટ મારે છે અને પછી દોડીને બીજી તરફ જઈને સ્ટમ્પ ઉખાડીને અપીલ કરે છે. બૅકગ્રાઉન્ડમાં ‘મેરે હાલાત ઐસે હૈ કિ મૈં કુછ કર નહીં સકતા’ ગીત ચાલી રહ્યું છે. આવા વિડિયો બનાવીને તે લૉકડાઉનમાં કેટલો બોર થઈ રહ્યો છે એવું આ ભાઈ કહેવા માગે છે, પણ આ વિડિયો જોઈને ઘણા લોકોનું મનોરંજન થયું.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2020 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK