Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ત્રણ બહેનોએ એક જ હૉસ્પિટલમાં એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

ત્રણ બહેનોએ એક જ હૉસ્પિટલમાં એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

16 July, 2020 07:44 AM IST | Ohio
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ બહેનોએ એક જ હૉસ્પિટલમાં એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

ત્રણ બહેનોએ એક જ દિવસમાં સાથે બાળકોને જન્મ આપ્યો

ત્રણ બહેનોએ એક જ દિવસમાં સાથે બાળકોને જન્મ આપ્યો


એક જ દિવસમાં લગભગ અનેક બાળકો જન્મ લેતાં હોય છે એમાં ઘણાં જોડિયાં પણ જન્મ લેતાં હોય છે. જોકે એક જ માને જોડિયા કે ત્રણ દીકરા જન્મે એ હવે નવાઈની વાત નથી રહી પરંતુ એક જ દિવસે એક જ હૉસ્પિટલમાં ત્રણ સગી બહેનોને બાળક જન્મે એ ચોક્કસ અજાયબીની વાત છે. ઓહાયોની હેલ્થ મેન્સફિલ્ડ હૉસ્પિટલમાં સાડાચાર કલાકના અંતરાલમાં ત્રણ સગી બહેનોએ બાળકોને જન્મ આપ્યો હતો.

પણ વાંચો : IAS અધિકારીએ પોતાનું રિઝલ્ટ બતાવીને કહ્યું, આંકડા તમારું ભવિષ્ય નક્કી નથી કરતા



દનિશા હેન્સ, એરિયલ વિલિયમ્સ અને ઍશલી હેન્સ નામની ત્રણ બહેનોએ ત્રીજી જુલાઈએ એક જ હૉસ્પિટલમાં તેમનાં બાળકોને જન્મ આપ્યો હતો જેમાં એરિયલે સૌપ્રથમ પુત્રી સિન્સિયરને જન્મ આપ્યો જે 8 પાઉન્ડ 2 ઔંસ વજનની હતી. ત્યાર બાદ ઍશલીએ 6 પાઉન્ડ 10 ઔંસ વજનના પુત્ર એડ્રિઓનને અને દનિશાએ 4 પાઉન્ડ 14 ઔંસ વજનના પુત્ર એમ્રીને જન્મ આપ્યો હતો. ત્રણે બહેનો આ ઘટનાને ઈશ્વરનો તેમના પરનો આશીર્વાદ ગણે છે. ત્રણ સગી બહેનો એક જ દિવસમાં બાળકોને જન્મ આપે એવી ઘટના પાંચ કરોડમાંથી એક વાર બનતી ઘટના છે. હવે આ ત્રણેય મસિયાઈ ભાઈ-બહેનોને અલગ-અલગ બર્થ-ડે પાર્ટી નહીં ગોઠવવી પડે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2020 07:44 AM IST | Ohio | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK