જુઓ હ્રિતિક રોશનનો જબરો ફૅન, ડાન્સ કરીને રાતો-રાત બની ગયો સ્ટાર

Published: May 17, 2020, 19:14 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

એક ટિક-ટૉક યૂઝર હ્રિતિક રોશનની ફિલ્મ કભી ખુશી કભી ગમનું ફૅમસ ગીત 'યૂ આર માય સોનિયા' પર ડાન્સ કરીને રાતો-રાત સ્ટાર બની ગયો

અરમાન રાઠોડ
અરમાન રાઠોડ

આખા દેશમાં કોરોના વાઈરસનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આ વાઈરસથી બચવા સરકારે લોકોને ઘરે રહેવાની સલાહ આપી છે અને 31 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેવામાં લોકો પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ફ્રી સમયે લોકો પોતાનો ટેલેન્ટ દેખાડી રહ્યા છે. ટિક-ટૉક પર જાત-જાતના વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે.

ત્યારે એક ટિક-ટૉક યૂઝર હ્રિતિક રોશનની ફિલ્મ કભી ખુશી કભી ગમનું ફૅમસ ગીત 'યૂ આર માય સોનિયા' પર ડાન્સ કરીને રાતો-રાત સ્ટાર બની ગયો અને આ યૂઝરનું નામ અરમાન રાઠોડ છે. અરમાન રાઠોડને કદાચ જ કોઈ ઓળખતું હશે, પરંતુ આ ગીત પર ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયા બાદ અરમાન ટિક-ટૉક સ્ટાર બની ગયા.

@armanrathod

##armaan0011 ##foryou ##garibacter Chupa Bhi Na Sakenge

♬ original sound - uzma.k123

 

આમ તો અરમાને પોતાના ટિક-ટૉક અકાઉન્ટ પર કેટલાક ડાન્સ વીડિયો શૅર કર્યો છે, પરંતુ એનો આ વીડિયો ઘણી ચર્ચાનો વિષય બની ગયો છે. અરમાનના ડાન્સના સ્ટેપ્સ એકદમ હ્રિતિક રોશન જેવા જ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અરમાન બધા સ્ટાર્સના ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. અરમાનના આ વીડિયોને રોઝી નામની એક મહિલાએ પોતાના ટ્વિટર હેન્ડલથી શૅર કર્યો છે, સાથે જ કેપ્શનમાં લખ્યું છે, ટ્વિટર વાળા આને ફૅમસ કરી દો....

@armanrathod

Salman khan sir Ka fan❤ ##armaan0011 ##foryou ##garibacter

♬ original sound - bijju3210

રોઝી દ્વારા આ વીડિયોને શૅર કર્યા બાદથી આ વીડિયો વાઈરલ થવા લાગ્યો. ફક્ત એટલું જ નહીં લોકો આના પર જાત-જાતની કમેન્ટ પણ કરવા લાગ્યા હતા.

અરમાન રાઠોડના આ ડાન્સ સ્ટેપ્સ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે અને અરમાનને ફૅમસ કરવા માટે એના વીડિયોઝ પર લોકો શૅર કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK