Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છ વર્ષનો આ છોકરો ધરાવે છે મસ્ત સિક્સ-પૅક ઍબ્સ

છ વર્ષનો આ છોકરો ધરાવે છે મસ્ત સિક્સ-પૅક ઍબ્સ

28 May, 2020 07:27 AM IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છ વર્ષનો આ છોકરો ધરાવે છે મસ્ત સિક્સ-પૅક ઍબ્સ

મસ્ત સિક્સ-પૅક ઍબ્સ

મસ્ત સિક્સ-પૅક ઍબ્સ


ઇન્સ્ટાગ્રામ સ્ટાર, સૉકરના શોખીન અને એક્સપર્ટ જિમ્નૅસ્ટ અરાત હોસૈનીના શરીરનો આકાર રીતસર છીણી-હથોડીએ ઘડેલા શિલ્પ જેવો છે. બે વર્ષ પહેલાં અરાત હોસૈનીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું અને એ વિડિયો હજારો લોકો સુધી પહોંચ્યો હતો. એ વિડિયોમાં સૉકરના મેદાનમાં કોઈ છોકરી રમતી હોય એવું લાગતું હતું. થોડા મહિના પછી લોકોને ખ્યાલ આવ્યો છોકરી જેવો દેખાતો એ છોકરો કાળા ભમ્મર વાળ ધરાવતો ઊંચો અને સિક્સ-પૅક ઍબ્સવાળો છોકરો છે.

અરાત એક વર્ષનો થયો એ પહેલાંથી તેને કસરત અને જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ આપવાની તેના પપ્પાએ શરૂઆત કરી હતી. અરાત નવ મહિનાનો હતો ત્યારથી તેની જિમ્નૅસ્ટિક્સની ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી હતી અને એ બે વર્ષનો થયો ત્યારે ઇન્ટરનૅશનલ પબ્લિકેશન્સમાં તેની તસવીરો સહિત લેખો પ્રગટ થવા માંડ્યા હતા. ત્યાર પછી તેને સૉકરનું આકર્ષણ થયું. તે લિયોનેલ મેસી અને ક્રિસ્ટ‌િયાનો રોનાલ્ડો જેવી ટૅલન્ટ વિકસાવવામાં સક્રિય બન્યો. જોકે અરાતના વ્યક્તિત્વમાં સૌથી આકર્ષક બાબત તેનું કસાયેલું શરીર છે. અરાતનો જન્મ ઈરાનમાં થયો હતો, પરંતુ તે હાલમાં બ્રિટનના લિવરપુલ શહેરમાં રહે છે અને લિવરપુલ ઍકૅડેમીમાં સૉકર, જિમ્નૅસ્ટિક્સ વગેરેની તાલીમ લે છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મોસ્ટ ફેમસ કિડ્સમાં સામેલ અરાતના 40 લાખ ફૅન છે અને તે કોઈ પણ ફોટો કે ટેક્સ્ટ પોસ્ટ કરે તો એને ઓછામાં ઓછી 10 લાખ લાઇક્સ મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 07:27 AM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK