આ પેન વાપર્યા પછી કૂંડાંમાં વાવી દેશો તો ફૂલ ઊગી નીકળશે

Updated: Jul 14, 2019, 11:03 IST | ભુવનેશ્વર

ભુવનેશ્વરમાં રહેતા પ્રેમ પાંડેય અને અહમદ રઝા નામના બે સ્ટુડન્ટ્સે ઇકો-ફ્રેન્ડલી પેન બનાવી છે. તેમણે ન્યુઝપેપર, ફળ-ફૂલ અને ફૂલોના બીજની મદદથી આ પેન તૈયાર કરી છે.

આ પેન વાપર્યા પછી કૂંડાંમાં વાવી દેશો તો ફૂલ ઊગી નીકળશે
આ પેન વાપર્યા પછી કૂંડાંમાં વાવી દેશો તો ફૂલ ઊગી નીકળશે

પર્યાવરણને નુકસાન ન થાય એવી ચીજોની હવે બોલબાલા વધી રહી છે ત્યારે ઓડિશાના ભુવનેશ્વરમાં રહેતા પ્રેમ પાંડેય અને અહમદ રઝા નામના બે સ્ટુડન્ટ્સે ઇકો-ફ્રેન્ડલી પેન બનાવી છે. તેમણે ન્યુઝપેપર, ફળ-ફૂલ અને ફૂલોના બીજની મદદથી આ પેન તૈયાર કરી છે. પ્રેમ અને અહમદે શરૂ કરેલા સ્ટાર્ટઅપનું નામ છે લિખના જે લખવા માટેની પેનો પાંચથી સાત રૂપિયામાં વેચે છે.

આ પણ વાંચોઃ આ મહેલ નહીં, કેક છેઃ ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયને બનાવી છે

નવાઈની વાત એ છે કે આ પેનો માત્ર ભારતમાં જ નહીં, જર્મની અને ઑસ્ટ્રેલિયાના માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. આમ તો પ્લાસ્ટિકથી બચવા માટે આ પેન બનાવવામાં આવી છે, પણ એમાં હજીયે સહેજ માત્રામાં પ્લાસ્ટિક વપરાય જ છે. પેનનું બાહ્ય આવરણ ન્યુઝ પેપરમાંથી બનેલું છે, પરંતુ એની રીફિલ પ્લાસ્ટિકની છે. આ પેન વાપર્યા પછી ફેંકી દેવાની નથી, પરંતુ એને જમીન કે માટીના કૂંડાંમાં દાટી દેવાથી એ જગ્યાએ બીજ અંકુરિત થઈને એમાંથી ફળ કે ફૂલનો છોડ તૈયાર થઈ જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK