બોલો, કોરોના વાઇરસના પ્રતિકારમાં કેટલાં ટૉઇલેટ પેપર્સની જરૂર પડે?
એક કલાકાર સૅમ હૅરિસ અને લંડનના સૉફ્ટવેર ડેવલપમેન્ટના સ્ટુડન્ટ બેન સસૂને ડેવલપ કરેલી વેબસાઇટ HowMuchToiletPaper.com દ્વારા કોરોના રોગચાળાના પ્રતિકારમાં એટલે કે હાલના સંજોગોમાં દરેક વ્યક્તિ કે પરિવારને કેટલાં ટૉઇલેટ પેપર્સની જરૂર પડે એની ગણતરી-વિશ્લેષણ કરવામાં આવે છે. એ વેબસાઇટમાં ટૉઇલેટ પેપરના હાલના સ્ટૉક અને રોજના વપરાશનું પ્રમાણ બન્નેના આંકડા નોંધવામાં આવતાં એમાંનું કૅલ્ક્યુલેટર હાલના સંજોગોમાં હાલનો સ્ટૉક કેટલો ચાલશે એ જણાવે છે. એ જથ્થામાં ક્વૉરન્ટીન ટાઇમનો કેટલો હિસ્સો આવરી લેવાશે એ પણ વેબસાઇટ જણાવે છે. સૅમ હૅરિસ અને બેન સસૂન કહે છે કે સરેરાશ વપરાશકારો પાસે ક્વૉરન્ટીન પિરિયડમાં જરૂરી જથ્થાની સરખામણીમાં ૫૦૦ ટકા વધારે ટૉઇલેટ પેપર્સ હોય છે. આ વેબસાઇટ લોકોને ટૉઇલેટ પેપર્સનો સંગ્રહ કરતા રોકશે એવી અપેક્ષા રાખીએ છીએ.