Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોમૅન્ટિક સીન કોમિક સીનમા ફેરવાયો, પ્રપોઝ કરવા જતા પ્રેમી તળાવમાં પડ્યો

રોમૅન્ટિક સીન કોમિક સીનમા ફેરવાયો, પ્રપોઝ કરવા જતા પ્રેમી તળાવમાં પડ્યો

11 July, 2020 07:43 AM IST | Michigan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોમૅન્ટિક સીન કોમિક સીનમા ફેરવાયો, પ્રપોઝ કરવા જતા પ્રેમી તળાવમાં પડ્યો

રોમૅન્ટિક કપલ

રોમૅન્ટિક કપલ


એક કન્યાએ પોતાની રોમૅન્ટિક ડેટમાં કેવો કોમિક સીન ભજવાઈ ગયો એનો વિડિયો ફેસબુક પર અપલોડ કરતાં એ ઇન્ટરનેટ-યુઝર્સને બહુ ગમી ગયો છે. મારિયા ગુગલીઓટા નામની કન્યાને તેના બૉયફ્રેન્ડ લોગન જૅક્સને પ્રપોઝ કર્યું એ વખતની ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોની સાથે મારિયા લખે છે કે લોગાન મને ગ્રૅન્ડ હેવનમાં આવેલા મિશિગન લેક પર લઈ ગયો હતો.

date



વિડિયોમાં જોઈ શકાય છે કે લોગાન જૅક્સન ખિસ્સામાં રિંગ છુપાવીને મારિયા તરફ આગળ વધી રહ્યો છે અને અચાનક જ તેનો પગ શેવાળ જેવી કોઈક દરિયાઈ વનસ્પતિ પર પડે છે અને તે પોતાનું સંતુલન ગુમાવીને પાણીમાં પડી જાય છે. જોકે આખા પ્રસંગ પર પાણી ફરી વળ્યા છતાં તરત જ તે પાણીમાંથી વીંટી સાથે ઊભો થઈને ઘૂંટણિયે પડીને લગ્નની દરખાસ્ત મૂકે છે, જેને મારિયા ખુશી-ખુશી સ્વીકારી લે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 07:43 AM IST | Michigan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK