Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશની ખાણમાંથી 50 લાખ રૂપિયાનો હીરો મળ્યો આ માણસને

મધ્ય પ્રદેશની ખાણમાંથી 50 લાખ રૂપિયાનો હીરો મળ્યો આ માણસને

23 July, 2020 03:16 PM IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશની ખાણમાંથી 50 લાખ રૂપિયાનો હીરો મળ્યો આ માણસને

50 લાખ રૂપિયાનો હીરો મળ્યો આ માણસને

50 લાખ રૂપિયાનો હીરો મળ્યો આ માણસને


ભગવાન જ્યારે આપે છે ત્યારે બેહિસાબ આપે છે અને એની પ્રતીતિ આ ઘટના પરથી થાય છે. હીરાની ખાણ માટે પ્રસિદ્ધ મધ્ય પ્રદેશના પન્ના ગામના ૩૫ વર્ષના આનંદીલાલ કુશવાહા નામના ભાઈને રાનીપુર જિલ્લામાં વેલા ઉથલી ખાણમાં ખોદકામ દરમ્યાન ૧૦.૬૯ કૅરેટનો અતિ કીમતી હીરો મળ્યો છે. વિશેષજ્ઞોના મતે ઑક્શનમાં આ હીરો 50 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે. 

હીરો મેળવનાર આનંદીલાલ કુશવાહાએ હીરો પન્ના જિલ્લાની મુખ્ય ઑફિસમાં જમા કરાવ્યો છે, જે આગામી ઑક્શનમાં વેચવામાં આવશે. હરાજીમાં જે પૈસા મળશે એમાંથી ટૅક્સની રકમ કાપીને બાકીના પૈસા આનંદીલાલને આપવામાં આવશે. આનંદીલાલનું કહેવું છે કે આ કંઈ પહેલી વાર તેને હીરો નથી મળ્યો, તેને આ પહેલાં ૭૦ સેન્ટનો હીરો મળી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 03:16 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK