જપાનમાં ૬૬ વર્ષની એક વ્યક્તિ ફેફસાનું કૅન્સર હોવાથી એમાં ભરાયેલાં પસ, પ્રવાહી અને હવાને કાઢવાની સારવાર લઈ રહી હતી. જોકે એ પછી અચાનક કેટલાક દિવસથી પીઠમાં જમણી તરફ ગઠ્ઠો થયો હોવાથી ભયાનક પીડા થઈ રહી હોવાની ફરિયાદ સાથે તે ડૉક્ટર પાસે ગયો. તેની મેડિકલ હિસ્ટરી જાણ્યા બાદ ડૉક્ટરોનું માનવું છે કે ચાર મહિનાથી ચાલી રહેલી તબીબી પ્રક્રિયાને કારણે તેનાં ફેફસાં અને ચામડી વચ્ચે જગ્યા (ગૅપ) બની ગઈ છે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
સ્ટેથોસ્કોપ વડે તપાસતી વખતે ફેફસાં પાસે હવાના પરપોટાનો અવાજ પણ સાંભળી શકાય છે. એનો મતલબ કે પીઠ પર ઊપસી આવેલો ગઠ્ઠો એ કોઈ માંસ કે ટિશ્યુનો નથી, પરંતુ હવાથી ભરેલો પરપોટો છે. આની કોઈ સારવાર ન કરાવાય તો પરપોટા એટલા મોટા થઈ શકે છે કે તે ચામડીને મળતો લોહીનો પ્રવાહ અટકાવી શકે છે તથા એ ભાગમાં સડો પણ થઈ શકે છે.
કૅન્સરની જટિલતાને કારણે ફેફસાં અને છાતીની દીવાલ વચ્ચે હવા અને પ્રવાહી ભરાઈ ગયું છે એટલે આ જગ્યા ભરવા ડૉક્ટરોએ ટેલ્કમ પાઉડર જેવું મિક્સ્ચર છાંટીને ફેફસાં દીવાલ સાથે ચામડી બરાબર ચોંટી જાય અને હવા કે પ્રવાહી ન ભરાય એવો પ્રયત્ન કર્યો છે.
હોટેલમાં માણો ઇગ્લુનો આનંદ
26th January, 2021 09:07 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 IST