9 વર્ષની મલેશિયન સ્કૂલ-ગર્લ હેલ્થકૅર કામદારો માટે પીપીઈ ગાઉન સીવે છે

Published: May 12, 2020, 08:13 IST | Gujarati Mid-day Correspondent | Malaysia

મલેશિયાની ૯ વર્ષની એક સ્કૂલ-ગર્લ નૂર અફિયાને કોરોના વાઇરસ વિશે ઝાઝી સમજ પડતી નથી, પણ તેને એક વાતની ચોક્કસ ખબર છે કે આ વાઇરસ ઘણો ભયંકર છે.

મલેશિયન સ્કૂલ-ગર્લ પીપીઈ ગાઉન સીવે છે
મલેશિયન સ્કૂલ-ગર્લ પીપીઈ ગાઉન સીવે છે

મલેશિયાની ૯ વર્ષની એક સ્કૂલ-ગર્લ નૂર અફિયાને કોરોના વાઇરસ વિશે ઝાઝી સમજ પડતી નથી, પણ તેને એક વાતની ચોક્કસ ખબર છે કે આ વાઇરસ ઘણો ભયંકર છે.

જ્યારે તેને ખબર પડી કે સ્થાનિક હૉસ્પિટલ પીપીઈ સૂટ સીવી શકે એવા લોકોની શોધ કરી રહી છે ત્યારે તે તરત જ સેવા આપવા તૈયાર થઈ ગઈ. પાંચ વર્ષની ઉંમરમાં સીવણકામ શીખેલી નૂર અફિયા રમવાનો તેમ જ ઑનલાઇન ક્લાસિસનો સમય સાચવીને એક દિવસમાં ચાર પીપીઈ સૂટ સીવી શકે છે. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં નૂર અફિયાએ નજીકની બે હૉસ્પિટલ માટે ૧૩૦ ગાઉન સીવ્યાં છે અને વધુ ૬૦ ગાઉન પૂર્ણતાને આરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK