Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જ્યારે આંખ જ તમારી આર્ટનું કૅન્વસ બને ત્યારે આવું થાય

જ્યારે આંખ જ તમારી આર્ટનું કૅન્વસ બને ત્યારે આવું થાય

29 November, 2020 07:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યારે આંખ જ તમારી આર્ટનું કૅન્વસ બને ત્યારે આવું થાય

આંખનું આર્ટવર્ક

આંખનું આર્ટવર્ક


મેકઅપ-આર્ટિસ્ટ તલ પેલેગ ભમ્મર અને તેની આંખોની વચ્ચેની જગ્યામાં સુંદર આર્ટવર્ક બનાવે છે. ૩૪ વર્ષનો આ કલાકાર ખૂબ જ પાતળા પેઇન્ટ-બ્રશનો ઉપયોગ કરીને આંખો પર આઇકૉનિક ફિલ્મ કે કાર્ટૂનનાં તેમ જ અન્ય જટિલ દૃશ્યો બનાવે છે. આ માટે તે સ્ટાન્ડર્ડ તેમ જ વૉટર-કલર્સનો ઉપયોગ કરે છે. એક કૃતિ તૈયાર કરવામાં તેને લગભગ દોઢથી સાડાચાર કલાક લાગે છે.

નાનપણથી પેઇન્ટિંગનો શોખ ધરાવતો તલ પેલેગ એ વખતે અવનવા ફોટો શૂટ અને મેકઅપના અખતરા માટે મૉડલ તરીકે પોતાની નાની બહેનને રાખતો. હાઈ સ્કૂલમાં થિયેટર અને ઍક્ટિંગ ક્લાસિસમાં ભાગ લીધો ત્યાં પણ અન્ય કલાકારોને મેકઅપ કરવામાં વધુ રસ હોવાથી પ્રોફેશનલ મેકઅપ કરતાં આવડી ગયું. પછીથી ચાર વર્ષનો કોર્સ કરી મેકઅપમાં માસ્ટરી હાંસલ કરી હતી અને હવે એમાંથી જે આર્ટ નીપજી છે એ ખરેખર નયનરમ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2020 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK