Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પેલેસ્ટીનની આ છે એકમાત્ર મહિલા ટૅક્સી-ડ્રાઇવર

પેલેસ્ટીનની આ છે એકમાત્ર મહિલા ટૅક્સી-ડ્રાઇવર

21 November, 2020 08:06 AM IST | Palestine
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેલેસ્ટીનની આ છે એકમાત્ર મહિલા ટૅક્સી-ડ્રાઇવર

મહિલા ટૅક્સી ડ્રાઈવર

મહિલા ટૅક્સી ડ્રાઈવર


કેટલાક આરબ દેશોમાં જ્યાં મહિલાઓને ડ્રાઇવિંગ કરવાની છૂટ હજી ગણતરીનાં વર્ષો પહેલાં મળી છે ત્યાં એક મહિલા ટૅક્સી ચલાવીને ગુજરાન ચલાવતી હોય એ ખરેખર આશ્ચર્ય અને ગૌરવની વાત કહેવાય. ૩૯ વર્ષની મીતા નાએલા અબુ જિબ્બા આરબ દેશોમાં કદાચ પહેલી ટૅક્સી-ડ્રાઇવર છે. પેલેસ્ટીનની એ હિંમતવાન મહિલા પાંચ બાળકોની માતા છે. મીતા સોશ્યલ મીડિયા પર ભરપૂર કટાક્ષ અને ટીકા સહન કરે છે, પણ એનાથી જરાય ચલિત નથી થઈ. પેલેસ્ટીનની આ એકમાત્ર મહિલા ટૅક્સી-ડ્રાઇવર હોવા બદલ તેને ગૌરવ તો કદી મળ્યું નથી, પરંતુ ચોમેરથી ટીકાનો સામનો કરવો પડે છે. ઍડ્વાન્સમાં ટૅક્સી બુક કરાવનાર પૅસેન્જર જ્યારે ટૅક્સી લઈને કોઈ મહિલા આવી છે એ જુએ છે ત્યારે ભલભલાની બોલતી બંધ થઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 08:06 AM IST | Palestine | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK