આ છે સૌથી ઓલ્ડેસ્ટ પરણીત યુગલ, જેની સહિયારી ઉંમર છે ૨૧૧ વર્ષ

Published: Nov 10, 2019, 08:06 IST | Texas

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેમને વિશ્વના સૌથી વયસ્ક પરણીત યુગલનો ખિતાબ આપવામાં આવ્યો છે. જૉન હેન્ડરસન ૧૦૬ વર્ષના છે અને તેમનાં વાઇફની ઉંમર ૧૦૫ વર્ષ છે.

79 વર્ષથી સાથે છે આ યુગલ
79 વર્ષથી સાથે છે આ યુગલ

અમેરિકાના ટેક્સસ રાજ્યમાં રહેતા એક કપલની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે જેને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેમને વિશ્વના સૌથી વયસ્ક પરણીત યુગલનો ખિતાબ આપવામાં આવ્યો છે. જૉન હેન્ડરસન ૧૦૬ વર્ષના છે અને તેમનાં વાઇફની ઉંમર ૧૦૫ વર્ષ છે. ૧૦૦ વર્ષથી વધુ જીવનારા લોકો તો દુનિયામાં ઘણા છે, પરંતુ એક યુગલ તરીકે સૌથી લાંબો સમય સાથે રહ્યા હોય અને ૧૦૦ વર્ષની વય પછી પણ સાથ અકબંધ રહ્યો હોય એવું આ નસીબદાર યુગલ છે. બન્ને યુનિવર્સિટી ઑફ ટેક્સસમાં ભણતા હતા ત્યારે મળેલા અને ભણીને તરત જ પરણી ગયેલાં. છેલ્લાં દસ વર્ષથી તેઓ લૉન્ગહૉર્ન વિલેજમાં પાછલી જિંદગી શાંતિથી વિતાવવા માટે શિફ્ટ થયાં છે. ડિસેમ્બર મહિનામાં તેઓ ૮૦મી લગ્નગાંઠ ઊજવશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK