આને કહેવાય રિયલ બાહુબલી: માથા પર બાઇક લઈને ચડી ગયો બસ પર

Published: Jun 30, 2020, 07:50 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સોશ્યલ મીડિયા પર એક અનોખો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થાય છે.

આને કહેવાય રિયલ બાહુબલી
આને કહેવાય રિયલ બાહુબલી

સોશ્યલ મીડિયા પર એક અનોખો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થાય છે. એક શખસ માથા પર બાઇક લઈને બસ પર ચડી ગયો હતો. તેનું આ સ્ટન્ટ ખૂબ જ ખતરનાક હતું, કેમ કે તેણે આમ કરતી વખતે કોઈ સેફ્ટી હાર્નેસનો પણ ઉપયોગ કર્યો નહોતો.

વિડિયોમાં જોઈ શકાય છે કે ચાર જણ બાઇકને ઉપાડે છે અને પછી એ વ્યક્તિ બાઇકને માથા પર મૂકીને સ્લીપર બસ પર લગાવવામાં આવેલી સીડી પર ચડી જાય છે અને ઉપર ઊભેલી વ્યક્તિ તેના માથા પરથી બાઇક લઈને બસની ઉપર ગોઠવી દે છે.

આ વિડિયોને હજારો લાઇક્સ મળી છે અને મોટા ભાગના લોકોને આ બાહુબલી-સ્ટાઇલનું સ્ટન્ટ ગમ્યું હોય એવું લાગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK