ડરના મના હૈ: ભઈ, આ મેકઅપ જ છે

Published: Jun 04, 2020, 08:36 IST | Gujarati Mid-day Correspondent | Vietnam

બાય ધ વે હોઆ ત્રાંગને હૉરર ફિલ્મોનાં પાત્રો દ્વારા પ્રેરિત ઑપ્ટિકલ ઇલ્યુઝનનો મેકઅપ કરવાની મોજ પડે છે.

હૉરર મેકઅપ
હૉરર મેકઅપ

વિયેટનામની ૨૧ વર્ષની યુવતી હોઆ ત્રાંગ ટીનેજર હતી ત્યારથી તેને મેકઅપ આર્ટિસ્ટ બનવાની ખૂબ ઇચ્છા હતી. એને માટે તેણે કોઈ ક્લાસિસ ભર્યા નહોતા કે ટીચર, ટ્યુટર કે ટ્રેઇનર પાસે પાઠ ભણ્યા નહોતા. આપમેળે ટ્રાયલ ઍન્ડ એરરના ધોરણે મેકઅપની કળા હોઆ ત્રાંગે હસ્તગત કરી છે. હોઆ ત્રાંગ ઑનલાઇન ટ્યુટોરિયલ્સ અને મિમિ ચોઇ જેવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર્સને નિહાળીને મેકઅપની કળામાં કહેવાતી નિપુણ બની છે. મિમિ ચોઇને તે પ્રેરણારૂપ માને છે. વળી એ સાધારણ કે સર્વસામાન્ય મેકઅપ આર્ટિસ્ટ નથી. જે રીતે છેતરામણાં દૃશ્યો (ઑપ્ટિકલ ઇલ્યુઝન)ની એક વિશિષ્ટ ચિત્રકળા છે, એ ચિત્રકળા હોઆ ત્રાંગે તેના મેકઅપમાં અપનાવી છે. પોતાના ચહેરા પર એવો મેકઅપ કરે છે કે જોનારના મનમાં ભ્રમ પેદા થાય. ઑપ્ટિકલ ઇલ્યુઝન્સવાળો મેકઅપ કરવાની કળા ત્રણેક વર્ષ પહેલાં વિયેટનામમાં સાવ નવી હતી. એ વખતમાં હોઆ ત્રાંગે પોતાના ચહેરા પર આવા મેકઅપની શરૂઆત કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર હોઆ ત્રાંગના હજારો ફૉલોઅર્સ છે. બાય ધ વે હોઆ ત્રાંગને હૉરર ફિલ્મોનાં પાત્રો દ્વારા પ્રેરિત ઑપ્ટિકલ ઇલ્યુઝનનો મેકઅપ કરવાની મોજ પડે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK