આ છે ડિજિટલ ગાર્ડનઃ દરેક વૃક્ષને અપાયો છે ક્યુઆર કોડ

Published: 7th July, 2019 09:02 IST | તિરુવનંતપુરમ

રળના તિરુવનંતપુરમમાં ભારતનું પહેલવહેલું ડિજિટલ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે. રાજભવન સ્થિત ૨૧ એકરમાં ફેલાયેલા કનકકુન્નુ ગાર્ડનમાં ૧૨૬ પ્રજાતિનાં હજારો વૃક્ષો છે.

આ છે ડિજિટલ ગાર્ડન
આ છે ડિજિટલ ગાર્ડન

કેરળના તિરુવનંતપુરમમાં ભારતનું પહેલવહેલું ડિજિટલ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે. રાજભવન સ્થિત ૨૧ એકરમાં ફેલાયેલા કનકકુન્નુ ગાર્ડનમાં ૧૨૬ પ્રજાતિનાં હજારો વૃક્ષો છે. કેરળ યુનિવર્સિટીના વનસ્પતિ વિભાગના ડૉ. એ. ગંગાપ્રસાદ અને અખિલેશ નાયરે મળીને તૈયાર કર્યું છે. અહીંના વનસ્પતિ-નિષ્ણાતોએ દરેક વૃક્ષને ખાસ ક્યુઆર કોડ આપ્યો છે. સ્માર્ટફોનથી એ કોડ સ્કૅન કરવાથી એ વૃક્ષ કઈ પ્રજાતિનું છે, એની ઉંમર શું છે, બોટનિકલ તેમ જ પ્રચલિત નામ શું છે, એમાં ફળો કે ફૂલ બેસવાની મોસમ કઈ છે, એનો ઔષધિય કે અન્ય ઉપયોગ થઈ શકે કે નહીં જેવી એ ટુ ઝેડ માહિતી તમને મળી જશે.

આ પણ વાંચોઃ ગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથઃ લંબાઈ માત્ર ૨.૫ ઇંચ

 હાલમાં ૬૦૦ વૃક્ષો પર આ ખાસ કોડ લગાવવાનું કામ થઈ ગયું છે અને હજી વિશેષજ્ઞોની ટીમ બીજાં વૃક્ષો પર કો‌ડિંગનું કામ ચાલી રહ્યું છે. દિલ્હીના લોધી ગાર્ડનમાં પણ લગભગ ૧૦૦ વૃક્ષો પર ક્યુઆર કોડ લગાવેલા છે. અમેરિકા અને જપાનમાં તો દરેક વૃક્ષ પર કોડ અથવા માઇક્રોચિપ લગાવવી ફરજિયાત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK