ટિક-ટૉક પર શાહરૂખ અને કાજોલની જોડી મચાવી રહી છે ધૂમ, જુઓ વીડિયો

Published: Jun 16, 2020, 17:40 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

હવે શાહરૂખ ખાન અને કાજોલના ડુપ્લીકેટે સોશિયલ મીડિયા પર પોતાના ટિક-ટૉક વીડિયોઝ બનાવીને ધૂમ મચાવી દીધી છે.

શાહરૂખ અને કાજોલના ડુપ્લીકેટ
શાહરૂખ અને કાજોલના ડુપ્લીકેટ

ટિક-ટૉક પર ફૅમસ થવા માટે લોકો કઈપણ કરતા હોય છે, હાલ લોકો સેલેબ્સની એક્ટિંગ અથવા એમના જેવો જ ડાન્સ કરીને વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે. લૉકડાઉનના લીધે બધા પોતાના ઘરમાં કેદ છે પણ તેમનું મનોરંજન નથી થઈ રહ્યું એટલે તેઓ ટિક-ટૉક પર ફની વીડિયો બનાવીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. હાલ લોકો સેલેબ્સની એક્ટિંગ અથવા એમની જેમ ડાન્સ કરતા વીડિયો શૅર કરતા રહે છે. કોરોના વાઈરસના લીધે થયેલા લૉકડાઉન વચ્ચે લોકો પોતાનો વધારે સમય ટિક-ટૉક પર જ પસાર કરી રહ્યા છે. કેટલાક લોકો સ્ટાર્સની જેમ ડાન્સ, તો કેટલાક લોકો એમની ફિલ્મના ફૅમસ ડાયલોગ્સ, તો કેટલાક એમની જેમ એક્ટિંગ કરતા નજર આવી રહ્યા છે.

@vivekgautam24

##duet with @sahapinki766nisha

♬ original sound - parthajana20

ટિક-ટૉક પર સલમાન ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર અને આમિર ખાનના ડુપ્લીકેટે તો તમારું દિલ જીતી લીધું છે અને હવે શાહરૂખ ખાન અને કાજોલના ડુપ્લીકેટે સોશિયલ મીડિયા પર પોતાના ટિક-ટૉક વીડિયોઝ બનાવીને ધૂમ મચાવી દીધી છે. આ બન્નેની એક્ટિંગના વીડિયો જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો.

@sahapinki766nisha

##Kajol##1millionaudition ##tiktokindia ##foryourpage ##expression ##😘😘😘

♬ Kaz Khan Singer - bwsongs

જણાવી દઈએ કે કાજોલની ડુપ્લીકેટનું નામ સાહા પિન્કી નિશા છે અને શાહરૂખની જે એક્ટિંગ કરી રહ્યાછે એનું નામ વિવેક ગૌતમ છે. સાહા પિન્કીએ કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગેનું ફૅમસ ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ' ગીત પર લિપ સિન્ક કરતી નજર આવી રહી છે. જ્યાં વિવેક ગૌતમ શાહરૂખ ખાનના અંદાજમાં સાહા પિન્કીના લિપ સિન્ક સાથે સૂર મિલાવતા નજર આવી રહ્યા છે.

@sahapinki766nisha

##Kajol##kuch kuch hota hai##1millionaudition ##foryourpage ##expression ##tiktokindia ##😘😘😘

♬ original sound - mariym17

આ બન્નેના વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. અને આ વીડિયો ઘણો ઝડપી વાઈરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને 8 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. વિવેક ગૌતમના ટિક-ટૉક પર 18 હજારથી વધારે ફૉલોઅર્સ છે ત્યાં સાહા પિન્કીના 10 લાખથી વધારે ફૉલૉઅર્સ છે.

@vivekgautam24

##foryou ##goviral ##srk ##kingkhanfam ##karanjohar @shahrukhkhanmumbai @tamanaverma152 @whosunilgrover @rajatroy_bollywood

♬ Original Sound - Unknown

હાલમાં જ સાહા પિન્કીએ કુછ કુછ હોતા હૈના ગીત પર કાજોલની જેમ ડ્રેસ પહેરીને લિપ સિન્ક કરતા વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોને લોકો અત્યાર સુધી 26 હજારથી વધારે વાર જોઈ ચૂક્યા છે. સાથે જ 2 હજારથી વધારે લાઈક્સ અને 100થી વધારે કમેન્ટ્સ પણ મળી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK