જ્યારે સામેવાળાને ખૂબ સમજાવ્યા છતાં તેને વાત ગળે ઉતારી ન શકો ત્યારે મોંમાંથી પેલી કહેવત નીકળી જાય, ‘ભૈંસ કે આગે બીન બજાના.’ મતલબ કે ભેંસની આગળ તમે ગમેએટલી બીન વગાડો એને કોઈ અસર થવાની નથી. બીન સાંભળીને ભેંસ નાચવાની નથી. જોકે આ કહેવતને સાવ જ ખોટી પાડી દે એવો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેમાં એક ભેંસ એની માલિક સાથે ડાન્સ કરતી દેખાય છે. વિડિયો હિમાચલ પ્રદેશના એક ગામડાનો છે.
વિડિયોમાં એક મહિલા નાચતાં અને ગાતાં ભેંસને પોતાની સાથે ડાન્સ કરવા પ્રોત્સાહિત કરતી જોવા મળે છે. ધાબળો ઓઢાડેલી અને દોરીથી બાંધેલી આ ભેંસ મહિલાના પ્રોત્સાહન બાદ પહેલાં માથું ધુણાવવાનું શરૂ કરે છે અને એક તબક્કે તો ભેંસ એકદમ ઉત્સાહથી ચાર પગે ઊછળકૂદ કરીને નાચવા માંડતાં એને ઓઢાળડેલો ધાબળો પડી જાય છે. આ વિડિયો નેટિઝન્સને ખૂબ પસંદ પડ્યો છે. મહિલા અને ભેંસનો ડાન્સ ભલભલાને હસાવી દે એવો છે.
સિંહ પર પણ માસ્ક
18th January, 2021 09:23 ISTટિન ટિન કૉમિક બુક આર્ટનો દુર્લભ નમૂનો ૨૮.૨૮ કરોડ રૂપિયાની કિંમતે વેચાયો
18th January, 2021 09:16 ISTચીનમાં આઇસક્રીમની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી
18th January, 2021 09:13 ISTબોલો, મેકબુક ચાર્જર એટલું ગરમ થયું કે લોટ મૂકતાં કુકીઝ બની ગઈ
18th January, 2021 09:06 IST