ના હોય! જપાનની આ ક્યુટ મૉડલ હકીકતમાં છોકરો છે

Published: Mar 27, 2020, 07:23 IST | Gujarati Mid-day Correspondent | Japan

જાણીતી જૅપનીઝ મૉડલ જે દેખાવમાં ખૂબ નાજુક-નમણી દેખાઈ રહી છે, પણ હકીકતમાં તે એક પુરુષ હોવાનું જાહેર થયું છે

ક્યુટ મૉડલ
ક્યુટ મૉડલ

જાણીતી જૅપનીઝ મૉડલ જે દેખાવમાં ખૂબ નાજુક-નમણી દેખાઈ રહી છે, પણ હકીકતમાં તે એક પુરુષ હોવાનું જાહેર થયું છે ત્યારથી સ્થાનિકોમાં જબરું આશ્ચર્ય જાગ્યું છે. તેણે એક વિડિયોમાં બતાવ્યું છે કે તે કઈ રીતે મેકઅપ, વિગ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોની સહાયથી એક અદ્‍ભુત સ્ત્રી તરીકે પોતાને પ્રસ્તુત કરી રહી છે. 

ટ્વિટર પર ૬૫,૦૦૦ કરતાં વધુ અને ઇન્સ્ટાગ્રામ પર સેંકડો ફૉલોઅર્સ ધરાવતા રેઈ દુનોઇસ લોકપ્રિય છે એ સાચું, પણ દેખાવ પણ ઘણી વાર છનલા કરતો હોય છે એ આ ભાઈએ પુરવાર કર્યું છે. છેલ્લાં બે-એક વર્ષથી લગભગ દરેક પાત્રમાં જાન રેડી દઈને લોકપ્રિયતા હાંસલ કરનાર રેઈએ હાલમાં પોતે પુરુષ હોવાનું જાહેર કરીને તેના પ્રશંસકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જેની પાછળનો મુખ્ય હેતુ તેના પ્રશંસકોને એ સૂચિત કરવાનો હતો કે ઇન્ટરનેટ પર આવતી દરેક વાત સાચી નથી હોતી. રેઈના પુરુષ-પ્રશંસકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમની ડ્રીમગર્લ હકીકતમાં એક પુરુષ છે. જોકે તેના તમામ ચાહકોએ રેઇની આવડત અને મેકઅપ તેમ જ કૅમેરાની કમાલને બિરદાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK