Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તલવાર શેપની રોજબરોજની ચીજો દ્વારા તમને હીરોની અનુભૂતિ કરાવે છે આ કંપની

તલવાર શેપની રોજબરોજની ચીજો દ્વારા તમને હીરોની અનુભૂતિ કરાવે છે આ કંપની

28 March, 2020 08:01 AM IST |
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તલવાર શેપની રોજબરોજની ચીજો દ્વારા તમને હીરોની અનુભૂતિ કરાવે છે આ કંપની

તલવાર આકારની ચાવી

તલવાર આકારની ચાવી


બાળપણની રમતમાં તલવારથી લડાઈ કરવાની લગભગ દરેક જણને મજા આવતી હશે એમાં કોઈ બેમત નથી. હવે એક કંપની હીરોઝ આર્મરીએ આ કલ્પનાને વાસ્તવિક રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. હીરોઝ આર્મરી નામની એક ઑનલાઇન કંપની બ્લૅડથી માંડીને પૌરાણિક શસ્ત્રો જેવા આકારની ચીજો તૈયાર કરી રહી છે. 

બ્રાયન હર્મનસેનને ૨૦૧૫માં આ વિચાર આવ્યો હતો. બ્રૅન્ડ અને પ્રોડક્ટ કન્સલ્ટિંગ એજન્સી માટે કામ કરતા બ્રાયનને તૂટેલી તલવાર ચાવી જેવી જ લાગી અને તેમણે એ દિશામાં વિચારવાનું અને કામ કરવાનું શરૂ કર્યું.



તલવાર આકારની ચાવી બનાવવાનું ઠરાવ્યા પછી બ્રાયને કી આર્મરીની સ્થાપના કરી એને વ્યવસાયમાં ફેરવવાનો નિર્ણય કર્યો. પ્રારંભમાં ૧૦ ચાવીની ડિઝાઇન્સ બનાવી અને એ પછી ૨૦૧૭માં ચાવી આકારનાં કફલિંક્સ, યુએસબી ડ્રાઇવ્ઝ, બૉટલ-ઓપનર જેવી ચીજો બનાવવાનું શરૂ કર્યું તેમ જ ગીકી સાથે જોડાણ કરી ટાઇ આકારની ક્લિપ્સ બજારમાં મૂકી. કંપનીનું નામ હીરોઝ આર્મરી કરાયું. મૌલિક ડિઝાઇન્સ ઉપરાંત હીરોઝ આર્મરી મૂવીઝ અને વિડિયો-ગેમ્સના લોકિપ્રય શસ્ત્રોના આકારની ચાવી પણ બનાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 08:01 AM IST | | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK