Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 8 વર્ષનો છોકરો 106 ભાષા લખી-વાંચી શકે છે, 10 ભાષા કડકડાટ બોલે છે

8 વર્ષનો છોકરો 106 ભાષા લખી-વાંચી શકે છે, 10 ભાષા કડકડાટ બોલે છે

24 May, 2019 09:49 AM IST | ચેન્નઈ

8 વર્ષનો છોકરો 106 ભાષા લખી-વાંચી શકે છે, 10 ભાષા કડકડાટ બોલે છે

8 વર્ષનો છોકરો 106 ભાષા લખી-વાંચી શકે છે

8 વર્ષનો છોકરો 106 ભાષા લખી-વાંચી શકે છે


સાત-આઠ વર્ષના બાળકને માતૃભાષા૬ ઉપરાંત કેટલી ભાષાઓ આવડતી હોઈ શકે? આપણી કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એટલું શીખી લીધું છે ચેન્નઈના આઠ વર્ષના નિયાલ થોગુલુવા નામના ટાબરિયાએ. દેશભરમાં તેની ખ્યાતિ છે, કેમ કે તે કુલ ૧૦૬ ભાષાઓમાં લખી અને વાંચી શકે છે, એટલું જ નહીં, તે ૧૦ ભાષામાં કડકડાટ વાતો કરી શકે છે. નિયાલ ઇન્ટરનૅશનલ ફોનેટિક આલ્ફાબેટ પણ શીખ્યો છે જે કોઈ પણ ભાષાના ધ્વનિને વાસ્તવિક ઉચ્ચારણ સાથે પ્રસારિત કરતું યુનિવર્સલ પ્રમાણ છે.

આ પણ વાંચો : ઉકળતો સૂપ ફાટ્યો અને વેઇટ્રેસના મોંને દઝાડી ગયો



નિયાલને કઈ રીતે ભાષાઓમાં રસ પડવાનું શરૂ થયું એની ખબર નથી, પણ તેને નવું જાણવામાં મજા પડતી હોવાથી તે નવી ભાષાઓ શીખતો રહ્યો અને ૧૦૬ ભાષાઓ વાંચતાં-લખતાં શીખી ગયો છે. નિયાલના પિતા શંકરનારાયણ પણ દીકરાના અચીવમેન્ટથી ખૂબ ખુશ છે. પિતાનું કહેવું છે કે હજી ગયા વર્ષે જ તેણે નવી ભાષાઓ શીખવાનું શરૂ કર્યું હતું. ઇન્ટરનેટ અને યુટ્યુબની મદદથી તે એક શતકથીયે વધુ ભાષા શીખ્યો છે. હાલમાં તે બીજી પાંચ ભાષા શીખી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 09:49 AM IST | ચેન્નઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK