Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ છે વિશ્વનો સૌથી લંબુજી ટીનેજર : 14 વર્ષની ઉંમર ને હાઇટ છે 7.25 ફુટની

આ છે વિશ્વનો સૌથી લંબુજી ટીનેજર : 14 વર્ષની ઉંમર ને હાઇટ છે 7.25 ફુટની

22 October, 2020 09:24 AM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ છે વિશ્વનો સૌથી લંબુજી ટીનેજર : 14 વર્ષની ઉંમર ને હાઇટ છે 7.25 ફુટની

આ છે વિશ્વનો સૌથી લંબુજી ટીનેજર

આ છે વિશ્વનો સૌથી લંબુજી ટીનેજર


હાઇટ ધરાવતા લોકો સામાન્યપણે લોકોની ઈર્ષ્યાનો ભોગ બનતા હોય છે. એમાં પણ સ્કૂલ જતાં ૧૪થી ૧૫ વર્ષની વયના ટીનેજર્સનું કદ ઊંચું હોય તો એ બધાનું ધ્યાન ખેંચે જ છે. જોકે ચીનના દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના લેશાનમાં રહેતા ૧૪ વર્ષના જિયાઓયુ જેટલી હાઇટ તેના કોઈ સહાધ્યાયીઓમાં નથી. આ ઉંમરે જિયાઓયુએ ૭.૨૫ ફુટના કદ સાથે વિશ્વના સૌથી ઊંચું કદ ધરાવતા ટીનેજર (બૉય) તરીકે વિક્રમ નોંધાવવા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અરજી કરી છે.

tallest



જિયાઓયુ સ્કૂલમાં તેના ક્લાસમાં જતો ત્યારે અન્ય સ્ટુડન્ટ્સ તેને ઉપલા વર્ગનો સ્ટુડન્ટ માની લેતા હતા. શરૂમાં તો તેને પોતાને વધુપડતી હાઇટ ડંખતી હતી. પછી તેણે પોતાની ઊંચાઈ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અરજી કરવાનો નિર્ણય લીધો હતો.


ચાલુ મહિનાના પ્રારંભમાં અમેરિકાની ૧૭ વર્ષની યુવતી મેસી ક્યુરીએ ૬.૧૦ ફીટ લાંબા પગ સાથે વિશ્વમાં સૌથી લાંબા પગ ધરાવતી યુવતીનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મેળવ્યો છે. જોકે વિશ્વમાં સૌથી ઊંચું કદ ધરાવતી ટીનેજર (મહિલા) તરીકે વિક્રમ નોંધાવવામાં તે થોડા જ ઇંચ છેટી છે. હાલમાં ચીનની સન ફેંગ ૭ ફુટ ૩ ઇંચની હાઇટ સાથે આ વિક્રમ ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 09:24 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK