બ્રિટનમાં એક મહિલાને તેના ઘરમાં ઘૂસેલા ચોરે એ ઘર પોતાનું હોવાનું જણાવીને ભગાડી દેતાં તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વાત એમ હતી કે ૨૦૨૦ની ૧૩ જુલાઈએ ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ફૂસેલા ચોરે આખો દિવસ ઘરમાં બિયર અને અન્ય ખોરાકની જ્યાફત ઉડાડી હતી. સાંજે જ્યારે ઘરમાલિકે તેની હાજરી પર પ્રશ્ન કર્યો ત્યારે પીને ટુન્ન બનેલા ચોરે તેને ચોપડાવી દીધી, ‘આખો દિવસ ઘરમાં હું રહ્યો છું એટલે આ ઘર મારું છે.’
આ ઘરફોડુ ઍડમ્સ ઘરનું તાળું તોડીને ઘૂસ્યો હતો અને તેણે ઘરમાં ઠેર-ઠેર પોતાનાં આંગળાંની છાપ છોડી હતી, જેને કારણે પોલીસ માટે એની માહિતી મેળવવી સરળ બની હતી. ઍડમ્સે ઘરમાં ઘૂસી પહેલાં મૂલ્યવાન ચીજો બૅગમાં ભરી અને પછી ફ્રિજમાંથી ઠંડો બિયર કાઢીને પીવાનું શરૂ કરતાં ટુન્ન થઈ ગયો હતો. સાંજે ઘરમાલિક આવ્યા બાદ તે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
લૉકડાઉનમાં 10 વર્ષના આ છોકરાએ ઉડિયામાં 104 પાનાંની રામાયણ લખી
2nd March, 2021 08:23 ISTઇટલી નજીકથી પુરાતત્ત્વવિદોને મળ્યો 2000 વર્ષ જૂનો રથ
2nd March, 2021 07:21 ISTખડકની કિનારીએ ટેન્ટ બાંધીને રાત રહેવાનું યુગલને ભારે પડ્યું
2nd March, 2021 07:21 ISTપોતાની સાથે જ લગ્ન કરવા એક લાખ રૂપિયા ખર્ચ્યા આ યુવતીએ
2nd March, 2021 07:21 IST